સનાતન ધર્મમાં ભગવાન ગણેશનું ખુબ મહત્વ છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશને સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે. દર વર્ષે ભાદરવો માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે ઉજવાશે.
પંચાંગ અનુસાર આ દિવસે ગણેશ ચતુર્થીના દિવસે શુભ યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગનું ખુબ મહત્વ છે.
આ શુભ યોગ ત્રણ રાશિઓ માટે ખુબ શુભ રહેશે. આમને સિદ્ધિદાતાની વિશેષ કૃપા મળશે.
મેષ રાશિ
મેષ રાશિ વાળાને લંબોદરના આશીર્વાદ મળશે. તમારા બધા કામ બનશે. પ્રાઇવેટ લાઈફમાં ખુશી આવશે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનને સિંદૂર ચઢાવો. એના માટે એમના પગ અને માથા પર સિંદૂર લગાવો. પછી એનાથી પોતાના માથા પર તિલક લગાવો.
મિથુન રાશિ
ગણેશ ચતુર્થીના દિવસે મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં ઉન્નતિના નવા રસ્તા ખુલી રહ્યા છે. આ રાશિના જાતકો ગણપતિ બાપ્પાને દુર્વા ચઢાવો. તમને વિશેષ લાભ મળશે.
મકર રાશિ
ગણેશ ચતુર્થીના દિવસથી મકર રાશિ વાળાને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે. એ દિવસે મંદિર જઈ ભગવાન ગણેશની પૂજા કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)