fbpx
Tuesday, January 28, 2025

આજે બે શુભ યોગમાં અજા એકાદશી વ્રત, જાણો પૂજા મુહૂર્ત અને પારણાનો સમય

અજા એકાદશીનું વ્રત આજે એટલે કે 10 સપ્ટેમ્બર 2023ના રોજ રાખવામાં આવશે. આ વ્રત દર વર્ષે ભાદરવો માસના કૃષ્ણ પક્ષની એકદાશીની તિથિના રોજ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, જો વ્યક્તિ અજા એકદાશીનું વ્રત રાખે છે, એને અશ્વધેનુ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે સાથે જ એ વ્યક્તિને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. અજા એકદાશી પર બે શુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.

અજા એકદાશી વ્રત તિથિ

હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવો માસ(ઉત્તર ભારત)ની કૃષ્ણ પક્ષની એકદાશીની તિથિ 9 સપ્ટેમ્બર શનિવાર સાંજે 7.17એ શરુ થઈ ગઈ છે અને આ તિથિ 10 સપ્ટેમ્બર એટલે આજે રાતે 9.28 મિનિટ સુધી રહેશે.

ક્યારે કરવામાં આવશે અજા એકાદશીનું વ્રત ?

હિન્દુ કેલેન્ડર મુજબ, ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને, 10 સપ્ટેમ્બર, રવિવારના રોજ અજા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત અજા એકાદશી વ્રત કથા પણ સાંભળવામાં આવે છે.

અજા એકાદશી પૂજન મુહૂર્ત

પંચાંગ અનુસાર અજા એકાદશી વ્રતનું પૂજન મુહૂર્ત સવારે 07.37 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:18 સુધી ચાલશે. આ સમય દરમિયાન પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે લાભ-પ્રગતિ મુહૂર્ત સવારે 09:11 થી 10:44 સુધી રહેશે. તે જ સમયે અમૃત-સર્વત્તમ મુહૂર્ત સવારે 10:44 થી 12:18 સુધી છે.

અજા એકાદશી પારણા સમય

ધાર્મિક માન્યતા અનુસાર, અજા એકદાશી વ્રતના પારણા બીજા દિવસે 11 સપ્ટેમ્બરે સોમવારના દિવસે સૂર્યોદય સાથે થશે. વ્રતના પારણા સવારે 6.04 વાગ્યાથી સવારે 8.33 વચ્ચે કરવામાં આવશે.

2 શુભ યોગ

આ વર્ષે અજા એકદાશી પર બે શુભ યોગ રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઇ રહ્યુ છે. રવિ પુષ્ય યોગનું નિર્માણ સાંજે 5.06 વાગ્યે થઇ રહ્યું છે, જો બીજા દિવસે 11 સપ્ટેમ્બર સવારે 6.04 સુધી રહેશે. બીજો સર્વાર્થ યોગનું નિર્માણ 10 સપ્ટેમ્બરની રાતે 5.06 વાગ્યાથી લઇ 11 સપ્ટેમ્બર 6.04 વાગ્યા સુધી રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles