19મી સપ્ટેમ્બરે સૌની આતુરતાનો અંત આવશે. વિઘ્નહર્તા ભગવાન ગણેશનું આગમન થશે. ગલીએ ગલીએ તેઓની સ્થાપના કરવામાં આવશે. 10 દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. જો આ વર્ષે પણ તમારા ઘરે બાપ્પા આવી રહ્યા છે, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
- ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ડાબી તરફ સૂંઢ હોય તેવી ભગવાન ગણેશની મૂર્તિને ઘરે લાવવી જોઈએ.
- દરેક વ્યક્તિએ આ સમયે સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવા જોઈએ.
- સ્ત્રીઓએ સારાં વસ્ત્રો પહેરવાં જોઈએ.
- ઘરમાં જ્યાં બાપ્પાની સ્થાપના થશે તે જગ્યાને સુંદર રીતે સજાવી જોઈએ.
- ત્યાં લાલ કપડું મૂકી તેની જગ્યાએ ગંગાજળ છાંટવું જોઈએ.
- ત્યારબાદ બારણા પર રહેલા ગણપતી બાપ્પાને ઘરની અંદર લાવવા જોઈએ.
- મૂર્તિની સ્થાપના કર્યા પછી, બાપ્પાને પ્રાર્થના કરવાનું ભૂલશો નહીં.
- તેની સામે એક કલશ પણ રાખવો જોઈએ.
- બાપ્પાને દુર્વા, પુષ્પ અર્પણ કરવા જોઈએ.
- તેમજ તેની સામે હંમેશા જ્યોત પ્રજ્વલિત રાખવી જોઈએ.
- હવે બાપ્પાની યોગ્ય આરતી કરો.
- તમારે તમારા પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે તેમની પાસે પ્રાર્થના કરવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)