fbpx
Monday, November 18, 2024

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, મહાદેવને પ્રસન્ન કરવા આ વિધિથી કરો પૂજા

દેવો કે દેવ મહાદેવનો મહિનો શ્રવાણ સમાપ્ત થવાનો છે. અધિક માસને લઇ આ વર્ષે શ્રાવણ મહિનો બે મહિનાનો રહ્યો. ત્યારે આજે એટલે 11 સપ્ટેમ્બરના રોજ શ્રાવણનો અંતિમ સોમવાર છે, શ્રાવણના દરેક સોમવાર ભગવાન શિવની ભક્તિ માટે ખુબ શુભ માનવામાં આવે છે. આ દિવસે શિવ ભક્ત વ્રત રાખે છે અને વિધિવત પૂજા કરે છે. માન્યતા છે કે શ્રાવણના સોમવારનું વ્રત રાખી પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દુર થાય છે.

એવામાં મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો પાસે એક સોમવાર બચ્યો છે. માટે આ દિવસે તમારે વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. આઓ જણાએ શ્રાવણના છેલ્લા સોમવારની પૂજા વિધિ અંગે…

શ્રાવણનો છેલ્લો સોમવાર 2023

આ વર્ષે શ્રાવણના ચોથા અને છેલ્લા સોમવારનું વ્રત 11મી સપ્ટેમ્બરે છે. શ્રાવણના છેલ્લા સોમવારે સવારે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો. સવારે, શુભ સમયે, શિવ મંદિરમાં જાઓ અથવા ઘરમાં શિવલિંગની પૂજા કરો.

ત્યારબાદ ભગવાન શિવને ગંગા જળ અથવા દૂધથી અભિષેક કરો. આ પછી ભગવાન શિવ શંભુને ચંદન, અક્ષત, સફેદ ફૂલ, બેલપત્ર, શણના પાન, શમીના પાન, ધતુરા, ભસ્મ અને ફૂલોની માળા અર્પણ કરો.

ભગવાન શિવને મધ, ફળ, મીઠાઈ, ખાંડ અર્પણ કરી અગરબત્તી અને દીવો પ્રગટાવો. ત્યારબાદ શિવ ચાલીસા અને સોમવાર વ્રત કથાનો પાઠ કરો. છેલ્લે શિવલિંગની સામે ઘીનો દીવો પ્રગટાવી અને ભોલેનાથની આરતી કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles