fbpx
Monday, November 18, 2024

ભગવાન શિવનો અભિષેક શા માટે કરવામાં આવે છે? આ પરંપરા કેવી રીતે શરૂ થઈ?

ભગવાન શિવનો અભિષેક તો આપણે બધા કરીએ જ છે, જેનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ પણ છે. માનવામાં આવે છે કે અભિષેક કરવાથી ભોલેનાથ ખુબ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને મનપસંદ વરદાન પ્રદાન કરે છે. શું તમે જાણો છો કે શા માટે કરવામાં આવે છે ભગવાન શિવનો અભિષેક અને એની શરૂઆત કેવી રીતે થઇ.

મહાપ્રલયના કારણે તમામ અનમોલ રત્ન અને જરૂરી ઔષધિઓ સમુદ્રમાં સામે ગઈ હતી તો શ્રીહરિ વિષ્ણુએ એ તમામ વસ્તુને પુનઃપ્રાપ્ત કરવા માટે દેવો અને દાનવોને સમુદ્ર મંથનનો આદેશ આપ્યો. આટલા વિશાળકાય સમુદ્રની મઠની પણ વિશાળ હોવી જોઈએ, માટે ભગવાન વિષ્ણુના કહેવા પર જ મંડરાંચલ પર્વતને મઠની, વાસુકી નાગને રસ્સી તેમજ મંડરાંચલને સાચવવાના કાર્ય માટે પોતે શ્રીહરિએ કચ્છપ અવતાર લીધો. સમુદ્ર મંથનનો આરંભ થયો.

હલાહલ ઝેરની ઉત્પત્તિ

સમુદ્રમાંથી મળેલું પ્રથમ ઝેર કોઈ સામાન્ય ઝેર નહોતું. આ દુનિયાનું સૌથી ઝેરી ઝેર હતું જેનું નામ હલાહલ હતું. આ ઝેરમાંથી નીકળતી ગંધે દેવો અને દાનવો સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો હતો.

શિવે ગ્રહણ કર્યું ઝેર

કોઈ ઉકેલ ન જોઈને ભગવાન વિષ્ણુએ તમામ દેવતાઓ અને દાનવોને ત્રિપુરારી ભગવાન શિવ શંકર પાસે મોકલ્યા. બધા લોકો ભગવાન શિવ પાસે ગયા અને તેમની પાસે રક્ષા માટે ભીખ માંગવા લાગ્યા. કોઈ ઉપાય ન મળતાં અને સમગ્ર વિશ્વને ઝેરના દુષ્પ્રભાવથી બચાવવા માટે મહાદેવે પોતે ઝેર પી લીધું, આ જોઈને માતા પાર્વતીએ પોતાના હાથથી ભોલેનાથના ગળામાં ઝેર બંધ કરી દીધું. ઝેરની ખરાબ અસરને કારણે ભગવાન શિવનું ગળું વાદળી થઈ ગયું અને ત્યારથી તેમનું નામ નીલકંઠ પડ્યું.

ત્યારથી જ અભિષેકની પરંપરા શરૂ થઈ

અત્યંત ઝેરી હોવાથી, ઝેર ભોલેનાથના શરીરનું તાપમાન વધાર્યું, જેના કારણે તેઓ પીડાવા લાગ્યા. કૈલાસ જેવા ઠંડા સ્થળે પણ ભોલેનાથને ખૂબ પરસેવો થવા લાગ્યો, જેને જોઈને બધા દેવતાઓ અને દાનવોએ તેમને પાણીનો અભિષેક કરીને મદદ કરી. એવું માનવામાં આવે છે કે ત્યારથી ભોલેનાથને જળ ચઢાવવાનું શરૂ થયું. ત્યારથી અભિષેકની શરૂઆત થઇ.

સમુદ્ર મંથનમાંથી નીકળી આ બધી વસ્તુઓ

કામધેનુ ગાય, ઈચ્છાશ્રવ ઘોડો, ઐરાવત હાથી, કલ્પ વૃક્ષ, માતા લક્ષ્‍મી, ચંદ્ર, પંચજન્ય શંખ, કૌસ્તુભ રત્ન, અપ્સરા રંભા, વરૂડી દારૂ, પારિજાત વૃક્ષ, ભગવાન ધનવંતરી અને અમૃત કળશ જેવી વધુ અમૂલ્ય વસ્તુઓ સમુદ્રમાંથી પ્રાપ્ત થઈ હતી. જેને રાક્ષસો અને દેવતાઓમાં વહેંચી દેવામાં આવી. અને સમુદ્ર મંથનનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles