હિન્દુ ધર્મ શાસ્ત્રમાં ભગવાનની પૂજા નિયમપૂર્વક કરવાનું વિધાન છે. પૂજા માટેના વિધિ વિધાનનો ઉલ્લેખ પણ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. જો નિયમ અનુસાર પૂજા કરવામાં આવે તો તેનું સંપૂર્ણ ફળ મળે છે. પરંતુ જો પૂજા પાઠમાં કેટલીક ભૂલ કરવામાં આવે તો તેનાથી ભગવાન નારાજ થાય છે અને જીવનમાં સંકટ વધે છે. પૂજામાં અગરબત્તી અને ધૂપબત્તી કરવાને લઈને પણ કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકોના મનમાં પણ હંમેશા મૂંઝવણ રહે છે કે પૂજામાં ધુપબત્તિનો ઉપયોગ કરવો યોગ્ય રહે કે અગરબત્તીનો? તો ચાલો આજે તમને જણાવીએ ધૂપબત્તી અને અગરબત્તીનો ઉપયોગ કરવાના નિયમો વિશે.
શાસ્ત્રોમાં પૂજા પાઠ દરમિયાન અગરબત્તી કરવાનો કોઈ ઉલ્લેખ નથી. અગરબત્તી બનાવવા માટે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર વાંસને સળગાવો અશુભ ગણાય છે. તેથી પૂજા પાઠ કરતી વખતે અગરબત્તી કરવી જોઈએ નહીં.
શાસ્ત્રો અનુસાર પૂજામાં ધૂપબત્તી કરાવવાથી લાભ થાય છે. ઘરમાં રોજ ધૂપબત્તી કરવાથી સુખ શાંતિ વધે છે અને વાતાવરણમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. ધૂપ કરવાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ થાય છે અને વાસ્તુદોષ પણ દૂર થાય છે. ધૂપ બનાવવા માટે અલગ અલગ પ્રકારના લાકડાનો ઉપયોગ થાય છે જે વિવિધ ગ્રહ સાથે પણ સંબંધિત હોય છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં ધૂપ ગતિ કરવાથી ગ્રહ દોષ પણ શાંત થાય છે.
અગરબત્તી કરવાથી થતા નુકસાન
– માન્યતા છે કે વાસ ઘરમાં સળગાવવાથી વંશ હાનિ થાય છે. અગરબત્તીમાં વાંસનો ઉપયોગ થાય છે તેથી તેને ઘરમાં કરવાથી બચવું જોઈએ.
– જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાંસ સળગાવવાથી પિતૃદોષ પણ લાગે છે.
– હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર સમયે વાંસનો ઉપયોગ થાય છે. વાસથી બનેલી અર્થી પર જ શબયાત્રા નીકળે છે અને દાહ સંસ્કાર સમયે પણ કપાલક્રિયા પણ વાંસથી કરવામાં આવે છે. તેથી ઘરમાં પૂજા પાઠ દરમિયાન તેનો ઉપયોગ કરવો નહીં.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)