fbpx
Monday, November 18, 2024

મંગળવારે ભૂલથી પણ ન કરો આવી ભૂલ, જાણો શું થશે પરેશાની

દૂર થાય છે દરિદ્રતા

મંગળવારે વાનરને ગોળ, ચણા, મગફળી અને કેળા ખવડાવવાથી દૂર થાય છે દરિદ્રતા. 

લીંબુનું ઝાડ વાવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવારે લીંબુનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે, તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

ગુલાબની માળા ચઢાવો

મંગળવારે હનુમાનજીને ગુલાબની માળા ચઢાવવાથી, સાચા મનથી ભગવાનનું પૂજન કરવાથી દૂર થાય છે તમામ તકલીફો.

ભૂલથી પણ ના કરો આવી ભૂલો

મંગળવારે તમારે ભૂલથી પણ આ પૈકીની કોઈપણ ભૂલો ન કરવી જોઈએ, નહીં તો આવશે ખરાબ પરિણામ.

શેવિંગ અને વાળ કાપવા નહીં

મંગળવારે ભૂલથી પણ વાળ કાપવા નહીં. એટલું જ નહીં આ દિવસે દાઢી પણ ન કરવી જોઈએ. આવું કરવાથી દુષપ્રભાવ પડે છે. ધનનો વ્યય થાય છે.

અણીદાર વસ્તુઓ ન લેવી

મંગળવારે પેન, પેન્સિલ, ચાકુ કે સોય જેવી ધારદાર વસ્તુઓ ખરીદવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારી કુંડળીમાં મંગળનો પ્રભાવ નબળો પડે છે.

લોખંડ અથવા સ્ટીલના વાસણો ન ખરીદો

મંગળવારના દિવસે ભૂલથી પણ લોખંડ અથવા સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ. આવું કરવાથી તમારા જીવન પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.

માસાહાર, શરાબ, ડુંગળી અને લસણથી દૂર રહો

મંગળવાર બ્રહ્મચારી હનુમાનજીની પૂજાનો દિવસ છે. તેથી આ દિવસે માંસ, આલ્કોહોલ, ડુંગળી અને લસણનું સેવન ટાળો, કારણ કે આને તામસિક માનવામાં આવે છે.

નખ કાપવાની મનાઈ

મંગળવારે ભૂલથી પણ ન કાપવા જોઈએ નખ, તેનાથી ધનનો વ્યય થાય છે.

કોઈના પર ગુસ્સે ન થાઓ

જે લોકો ભગવાન હનુમાનની પૂજા કરે છે અને મંગળવારે વ્રત રાખે છે તેઓએ કઠોર શબ્દોનો ઉપયોગ અને ગુસ્સે થવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બજરંગબલી (ભગવાન હનુમાન) નારાજ થઈ શકે છે.

ધંધામાં લાગી છે ખરાબ નજર

પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચા લટકાવવાથી તમારા ઘર અથવા વ્યવસાયમાંથી ખરાબ નજર અને નકારાત્મકતા દૂર થઈ શકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles