જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ વિભિન્ન શુભ-અશુભ યોગ રચે છે. આ યોગ વિભિન્ન રાશિઓમાં પણ રચાય છે અને કુંડળીમાં પણ બને છે. આ યોગ લોકોના જીવન પર ઉંડો પ્રભાવ પાડે છે. ગજકેસરી યોગને જયોતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. ગજકેસરી રાજયોગ વ્યક્તિને રાજા જેવું જીવન આપે છે. જલ્દી જ ગ્રહોની આ શુભ સ્થિતિથી ગજકેસરી યોગ રચાવા જઇ રહ્યો છે.
ગજકેસરી યોગ આપશે અશુભ ફળ
17 સપ્ટેમ્બરની રાતે 11 વાગે ચંદ્રમા મેષ રાશિમાં પ્રવેશ કરશે અને મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી યોગ રચાશે. 20 સપ્ટેમ્બરની સવારે 8 વાગીને 44 મિનિટ સુધી આ ગજકેસરી યોગ રહેશે. પરંતુ મેષ રાશિમાં રાહુની હાજરીથી આ ગજકેસરી યોગ કેટલીક રાશિના જાતકો માટે અશુભ સાબિત થઇ શકે છે. તેવામાં તુલા રાશિમાં કેતુની હાજરી છે. તેનાથી રાહુ-કેતુની દ્રષ્ટિ પડવાના કારણે ગજકેસરી યોગનું અશુભ પરિણામ ઘણી રાશિઓ પર પડી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિમાં જ ગજકેસરી યોગ રચાઇ રહ્યો છે અને આ રાશિમાં રાહુ હાજર છે, જે આ રાશિના જાતકોને અશુભ ફળ આપી શકે છે. આ લોકોને માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માતા-પિતાનું સ્વાસ્થ્ય લથડી શકે છે. આ સમય તમારા જીવનમાં મોટી ઉથલ-પાથલ થઇ શકે છે. વૈવાહિક જીવનમાં સમસ્યા આવી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને પણ ગજકેસરી યોગ અશુભ પરિણામ આપી શકે છે. આ લોકોને કાનૂની મામલે સાવચેતી રાખવી જોઇએ. સાથે જ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઇએ. બિનજરૂરી ખર્ચ થઇ શકે છે. દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ધનુ રાશિ
ગજકેસરી યોગ ધનુ રાશિના જાતકોને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. આ લોકોને લવ લાઇફની સમસ્યા થઇ શકે છે. બિઝનેસમાં નુકસાન થઇ શકે છે. નવી નોકરી શોધતા રહો પરંતુ સમજી-વિચારીને નિર્ણય લો. કોઇ અયોગ્ય નિર્ણયમાં ફસાઇ ન જતાં.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)