સનાતન ધર્મમાં અમાસનું ખૂબ જ મહત્વ છે. વર્ષના દરેક મહિનામાં અમાસની તિથિ આવે છે, પરંતુ દરેક અમાસનું પોતાનું આગવું મહત્વ છે. હિંદુ કેલેન્ડર અનુસાર, ભાદરવા મહિનાની અમાસ 14 સપ્ટેમ્બરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે 14 અને 15 સપ્ટેમ્બરની અમાસની તિથિએ સ્નાન દાન કરવાનું વિધાન છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનાની અમાસ એ અન્ય અમાસ તિથિથી અલગ માનવામાં આવે છે, આ અમાસ પિતૃ દોષ અને કાલસર્પ દોષથી મુક્તિ અપાવવામાં મદદરૂપ થતી હોવાનું માનવામાં આવે છે.
અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. તેમજ ગરીબોને દાન કરવામાં આવે છે. કહેવાય છે કે અમાસના દિવસે સ્નાન અને દાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અમાસના દિવસે કેટલાક ઉપાય કરવાથી જાતકોને ઘણા ફાયદા થાય છે.
સનાતન ધર્મમાં અમાસની તિથિને ખૂબ જ મહત્વનું સ્થાન મળ્યું છે. અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે. આ દિવસે લોકો કાલસર્પ દોષ અને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઉપાયો પણ કરે છે, પરંતુ અમાસના દિવસે કેટલાક નિયમો પણ પાળવાના રહે છે. ત્યારે અહીં જાણીશું કે અમાસના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ.
અમાસના દિવસે કરો આ કાર્ય
શ્રાવણ મહિનાની અમાસ તિથિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ કરવું જોઈએ. તેમજ આ દિવસે ગરીબ અને અસહાય લોકોની મદદ કરવી જોઈએ અને તેમને દાન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અમાસની તિથિ પર કાલસર્પ દોષ અને પિતૃ દોષ શિવ મુક્તિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ.અમાસની તિથિના રોજ આસાન પર બેસીને પૂજા કરવી જોઈએ, આવું કરવાથી દેવી-દેવતાઓ પૂજાને જલ્દી સ્વીકારી લે છે.
સાથે જ અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી દેવોનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની કૃપા બની રહે છે. અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને પાણી ચઢાવવું જોઈએ અને સાંજે પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો કરવો જોઈએ.
અમાસના દિવસે ન કરો આ કામ
અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય રહે છે. જેથી આ દિવસે સાવધાનીપૂર્વક ભક્તિ કરવી જોઈએ. અમાસના દિવસે રાત્રીના સમયે સ્મશાન ઘાટ જવાનું ટાળવું જોઈએ. રાત્રે અંધારામાં એકલા ન નીકળો, કારણ કે આ દરમિયાન નકારાત્મક શક્તિઓ તમારી પર હાવી થઇ શકે છે. જેથી અમાસની રાત્રે સૂનસાન રસ્તાઓ પર નીકળવાનું ટાળવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)