મધ્યપ્રદેશનું નામ આવે એટલે સૌ પ્રથમ લોકોને મહાકાલેશ્વર મંદિરની યાદ આવે. મહાકાલેશ્વર મંદિર 12 જ્યોર્તિલિંગમાંનું એક મંદિર છે અને તે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. ઉજ્જૈનની પાસે આવેલા ઈન્દૌર શહેરમાં શિવપુત્ર ગણપતિજીનું એક પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં તેઓ તેમની પાંચ પત્નીઓ તેમજ બે પુત્રો અને પૌત્રો સાથે રહે છે.
એવું માનવામાં આવે છે કે ગણપતિનું આ એકમાત્ર મંદિર છે જ્યાં તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે બિરાજમાન છે. જાણો આ મંદિર વિશે ખાસ વાતો.
પરિવાર સાથે બિરાજમાન છે બાપા
ઈન્દોર શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદ્યાધામમાં પ્રખ્યાત ગણેશ મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન ગણેશ તેમની પાંચ પત્નીઓ (રિદ્ધિ, સિદ્ધિ, તુષ્ટિ, પુષ્ટિ, શ્રી), 2 પુત્રો (લાભ, શુભ) અને 2 પૌત્રો (આમોદ, પ્રમોદ) સાથે બિરાજમાન છે.
ક્યારે થયું હતું બાંધકામ?
એવું માનવામાં આવે છે કે જ્યારે વિદ્યાધામનું નિર્માણ વર્ષ 1995માં કરવામાં આવ્યું હતું, ત્યારે આ સ્થાન પર સ્થિત 14 મંદિરોની વચ્ચે ભગવાન ગણેશનું એક મંદિર બનાવવામાં આવ્યું હતું. આ જગ્યાની સ્થાપના સ્વ. મહામંડલેશ્વર ગિરજાનંદ સરસ્વતીએ કરાવ્યું.
ગણેશ ઉત્સવમાં કંઈક વિશેષ
ગણેશ ઉત્સવ દરમિયાન, આ મંદિરમાં દરરોજ કેટલીક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. 108 ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવા ઉપરાંત 1100 લાડુ ચઢાવવાનું સૌથી વિશેષ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)