fbpx
Friday, October 25, 2024

ભૂલથી પણ ગણેશજીને આ વસ્તુ ન ચઢાવો, મળશે અશુભ ફળ, આવશે દરિદ્રતા

પ્રથમ પૂજ્ય ગણપતિ મહારાજનો મહાપર્વ ચાલી રહ્યો છે, ભક્તો એમને પ્રસન્ન કરવામાં લાગેલા છે. માન્યતા છે કે વિઘ્નહર્તાની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના સંકટોથી છુટકારો મળી જાય છે અને સુખ સંપદાની પ્રાપ્તિ થાય છે. આમ તો દર માસમાં ગણેશ ચતુર્થીનું વ્રત આવે છે.

પરંતુ ભાદરવાના શુક્લ પક્ષમાં આવવા વાળી ચતુર્થી ખુબ ખાસ હોય છે, કારણ કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

આ જ કારણ છે કે આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં ગણેશ ઉત્સવનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે પૂજાના કેટલાક વિધિ વિધાન પણ છે. પૂજામાં કેટલીક એવી સામગ્રી પણ છે, જે વિઘ્નહર્તાને ચઢાવવામાં આવતી નથી.

શાસ્ત્રો અનુસાર ગણપતિ જેટલી જલ્દી પ્રસન્ન થાય છે તેટલી જ ઝડપથી ગુસ્સે પણ થઇ જાય છે. તેથી ગણપતિની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. એ જ રીતે જાણી લો કઈ એવી વસ્તુઓ છે જે ગણપતિને બિલકુલ ન ચઢાવવી જોઈએ…

તુલસીના પાન ન ચઢાવો: વિઘ્નો દૂર કરનાર ગણપતિને તુલસી ક્યારેય ન ચઢાવવી જોઈએ. પૌરાણિક કથાઓ અનુસાર, ગણપતિએ તુલસીના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, જેના કારણે તુલસી ગુસ્સે થઈ ગયા અને તેમને બે લગ્ન માટે શ્રાપ આપ્યો. આ પછી ભગવાન ગણેશએ પણ તુલસીને શ્રાપ આપ્યો કે તે રાક્ષસ સાથે જ લગ્ન કરશે. આ પછી તુલસીજીને પોતાની ભૂલનો અહેસાસ થયો. આ જ કારણ છે કે ગણપતિની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

તૂટેલા ચોખા: જ્યારે પણ તમે ગણપતિની પૂજા કરો છો ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તૂટેલા ચોખા બાપ્પાને ન ચઢાવવા જોઈએ. ધ્યાનમાં રાખો કે ગણેશજીને ભીના ચોખા ચઢાવવામાં આવે છે, સૂકા નહીં.

સફેદ વસ્તુનો પણ ઉપયોગ કરશો નહીં: વિઘ્નોનો નાશ કરનારને સફેદ વસ્તુઓ ક્યારેય અર્પણ ન કરવી જોઈએ. કારણ કે સફેદ વસ્તુઓનો સંબંધ ચંદ્ર સાથે છે. ચંદ્રદેવે એકવાર ભગવાન ગણેશના સ્વરૂપની મજાક ઉડાવી હતી, ત્યાર બાદ ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો. તેથી ગણપતિને સફેદ રંગના ફૂલ, કપડાં, સફેદ પવિત્ર દોરો, સફેદ ચંદન વગેરે ન ચઢાવવા જોઈએ.

સુકાઈ ગયેલા ફૂલો અને માળા: પૂજા કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન ગણેશની પૂજામાં સુકાઈ ગયેલા અને સૂકા ફળોનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા રહે છે.

કેતકીના પુષ્પો નિષેધ છે: ભગવાન ગણેશના પિતા અને દેવતાઓના દેવ મહાદેવને કેતકીના ફૂલ ચઢાવવાની મનાઈ છે. આ જ કારણ છે કે ગણપતિને પણ કેતકીના ફૂલ ચઢાવવામાં આવતા નથી.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles