fbpx
Sunday, October 27, 2024

શનિ ગ્રહ બદલશે ચાલ, અશુભ પ્રભાવથી બચવા માટે જરૂરી છે આ 2 ઉપાય, મહાદશામાં મળશે રાહત

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને નવગ્રહમાં સૌથી ધીમી ગતિ ચાલતો ગ્રહ માનવામાં આવે છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં અઢી વર્ષનો સમય લે છે. શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે આ જાતકોને એમના કર્મોના હિસાબે ફળ આપે છે. એવામાં જયારે શનિની સ્થિતિમાં પરિવર્તન થાય છે, તો એની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈના કોઈ રીતે પડે છે.

એવામાં શનિ 4 નવેમ્બરે કુંભ રાશિમાં સીધી ચાલ ચાલશે. શનિના માર્ગી થવાથી ઘણી રાશિઓના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે, તો કેટલીક રાશિઓએ સાચવીને રહેવાની જરૂરત છે. કર્મફળ દાતા શનિના અશુભ પ્રભાવથી બચવા માટે તમે આ બે કર્યો કરી શકો છો. એનાથી શનિનો દુષ્ટપ્રભાવ ઓછો થશે. તો ચાલો જાણીએ શિવ પૂરાણ અનુસાર, શનિનો દુષ્પ્રભાવ ઓછો કરવા શું કરવું જોઈએ.

ક્યારે થઇ રહ્યા છે શનિ માર્ગી ?

ન્યાયના દેવતા શનિ 4 નવેમ્બરના રોજ સવારે 12.31 કલાકે પોતાની રાશિમાં માર્ગી ભ્રમણ કરશે. તમને જણાવી દઈએ કે લગભગ 140 દિવસ સુધી વક્રી સ્થિતિમાં રહ્યા બાદ 30 જૂન 2024 સુધી શનિ ગ્રહ માર્ગી અવસ્થામાં રહેશે. આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોનું જીવન પ્રભાવિત થશે.

શનિની અસરો

તમને જણાવી દઈએ કે શનિ કુંભ અને મકર રાશિનો સ્વામી છે. આ સાથે તુલા રાશિના મિત્ર શુક્રની રાશિમાં ઉચ્ચ હોવાને કારણે શનિદેવને ત્રણ દ્રષ્ટિ મળે છે. જેના કારણે નવ ગ્રહોની વચ્ચે અલગ-અલગ અસર જોવા મળે છે. આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિમાં ગોચર કરી રહ્યો છે. તેની સાથે લગભગ 30 વર્ષ પછી પોતાની રાશિ કુંભમાં છે. આવી સ્થિતિમાં કુંભ રાશિની સાથે મકર અને મીન રાશિઓ શનિની સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા છે. તેની સાથે કર્ક અને વૃશ્ચિક રાશિમાં શનિની ઢૈયા ચાલી રહી છે.

શનિના અશુભ પ્રભાવથી બચવાના ઉપાય

શનિની ચાલમાં પરિવર્તન દરેક રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરશે. આવી સ્થિતિમાં અશુભ પ્રભાવથી બચવા માટે શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આના કારણે શનિની અશુભ અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે.

શનિ સાડાસાતી, મહાદશા અને ઢૈયાના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે પીપળના ઝાડની છાલને પીસીને ચંદન બનાવો. આ પછી સ્નાન, અભિષેક અને ભગવાન શંકરની પૂજા કર્યા પછી પીપલેશ્વર મહારાજનું નામ લેવું અને પીપળની છાલનું ચંદન શિવલિંગ પર ચઢાવવું. પૂજા કર્યા પછી, આ શિવલિંગમાંથી થોડું ચંદન લો અને તેને તમારા કપાળ પર લગાવો. દરરોજ આવું કરવાથી તમને વિશેષ લાભ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles