fbpx
Monday, October 28, 2024

પરિવર્તિની એકાદશી પર આ સરળ વિધિથી કરો ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા, જાણો તેનું મહત્વ

સનાતન ધર્મમાં દરેક એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. 1 વર્ષમાં 24 એકાદશી તિથિ આવે છે. જેમાં દરેકનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પરિવર્તિની એકાદશી ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ પડખું ફરે છે. કહેવામાં આવે છે જે વ્યક્તિ પરિવર્તિની એકાદશીનું વ્રત કરે છે, તેને દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે અને તેના બધાં જ પાપ ધોવાઇ જાય છે.

પરિવર્તિની એકાદશી પૂજાનું શુભ મુહૂર્ત

હિન્દુ પંચાંગ અનુસાર, ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે કે આજે 25 સપ્ટેમ્બર 2023ના રોજ પરિવર્તિની એકાદશી વ્રત રાખવામાં આવી રહ્યું છે. આ તિથિની શરૂઆત સવારે 07.55 વાગ્યાથી થઇ ચુકી છે, જેનું સમાપન બીજા દિવસે એટલે કે, 26 સપ્ટેમ્બરે સવારે 05 વાગે થશે. ઉદયા તિથિના કારણે આ વ્રત 25 સપ્ટેમ્બર 2023ના રોજ રાખવામાં આવી રહ્યું છે. બીજા દિવસે એટલે કે, 26 સપ્ટેમ્બરે આ વ્રતના પારણા કરવામાં આવશે.

પરિવર્તિની એકાદશીનું મહત્વ

સનાતન ધર્મમાં એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, જે વ્યક્તિ આ દિવસે વ્રત કરે છે, તેની કુંડળીમાં રહેલા દરેક ગ્રહની સ્થિતિ શુભ બને છે. આ ઉપરાંત ચંદ્રમા પણ મજબૂત સ્થિતિમાં આવી જાય છે. પરિવર્તિની એકાદશી પર જે પણ ભગવાન વિષ્ણુના વામન અવતારની વિધિ-વિધાનથી પૂજા કરે છે, તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્રત કરનારને મૃત્યુ બાદ મોક્ષ પ્રાપ્ત થાય છે.

પરિવર્તિની એકાદશી પૂજા વિધિ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પરિવર્તિની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિથી નિવૃત્ત થઇ જાઓ. તે બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને એકાદશી વ્રતનો સંકલ્પ લો. હવે લાકડાના બાજઠ પર પીળુ કપડુ પાથરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો અને તેમની પૂજા આરંભ કરો. સૌથી પહેલા ભગવાન વિષ્ણુના પુસ્તકના માધ્યમથી જળ ચડાવો. તે બાદ ભગવાન વિષ્ણુને પીળુ ચંદન, અક્ષત ચડાવો. તે બાદ ફૂલ, માળા, તુલસી દળ અર્પિત કરો.

હવે ભગવાન વિષ્ણુને પીળા રંગની મિઠાઇનો ભોગ લગાવો. ધૂપ અને ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની એકાદશી વ્રતનો પાઠ કરો. તે બાદ ભગવાન વિષ્ણુની ચાલીસા, મંત્રનો જાપ કરો પછી આરતી કરો. અંતમાં ભગવાન પાસે પૂજા કે વ્રતમાં થયેલી ભૂલ-ચૂક માટે માફી માંગી લો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles