ઘણા લોકો પિતૃ પક્ષ દરમિયાન પોતાના માટે અથવા પરીવારના સભ્યો માટે કોઇપણ નવી વસ્તુ ખરીદતા નથી. આપ સૌ જાણતા હશો કે આ પખવાડિયું પિતૃઓને સમર્પિત હોય છે. તેથી લોક માન્યતા અનુસાર, તેના 16 દિવસ અશુભ હોય છે. જેના કારણે પિતૃ પક્ષમાં નવી ગાડી, નવું મકાન, નવો પ્લોટ, કપડા વગેરેની ખરીદી કરવામાં આવતી નથી. જોકે, શાસ્ત્રો અનુસાર, તમે પિતૃઓ માટે નવા કપડાની ખરીદી કરી શકો છો, કારણ કે તેમ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે.
પરંતુ ઘણી વખત લોકો ભૂલમાં જ પિતૃ પક્ષ દરમિયાન એવી વસ્તુઓ ખરીદી લે છે, જે તેમના જીવનમાં નવી મુશ્કેલીઓ ઉભી કરી દે છે. 3 વસ્તુઓ એવી છે, જેને પિતૃ પક્ષમાં ક્યારેય ન ખરીદવી જોઇએ. જો તમે આ વસ્તુઓ ખરીદો છો, તો તમારા જીવનમાં ત્રિદોષ એટલે કે 3 દોષ આવી શકે છે. તો ચાલો જાણીએ કઇ ત્રણ વસ્તુઓ પિતૃપક્ષ દરમિયાન ન ખરીદવી જોઇએ.
પિતૃ પક્ષમાં ક્યારેય ન ખરીદશો આ વસ્તુઓ
પિતૃ પક્ષમાં વ્યક્તિએ સરસવનું તેલ, મીઠું અને સાવરણી ભૂલથી પણ ન ખરીદવા જોઇએ. જો તમારે જરૂરિયાત પડે છે, તો તેને પિતૃ પક્ષની શરૂઆત થાય તે પહેલા જ ખરીદી લો.
સરસવનું તેલ
સરસવના તેલને શનિનું પ્રતિક માનવામાં આવે છે અને તે ખૂબ જ તીક્ષ્ણ હોય છે. તેથી પિતૃ પક્ષમાં સરસવનું તેલ ખરીદવાની ખાસ મનાઇ છે.
સાવરણી
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જ્યાં સાફ સફાઇ હોય છે, તે સ્થાન માતા લક્ષ્મીને ખૂબ પસંદ આવે છે. તેથી પિતૃ પક્ષમાં સાવરણી ખરીદવાથી તમને ધનહાનિ થઇ શકે છે.
મીઠું
ધાર્મિક શાસ્ત્રોમાં મીઠાને પણ તીક્ષ્ણ માનવામાં આવે છે. તેથી પિતૃ પક્ષ દરમિયાન મીઠું ખરીદવાની પણ મનાઇ છે.
પિતૃના દાન માટે કરી શકો છો ખરીદી
આ 3 વસ્તુઓ તમે તમારા ઉપયોગ માટે નથી ખરીદી શકતા. પરંતુ જોતમે પિતૃઓ માટે સરસવનું તેલ અથવા મીઠું ખરીદવા ઇચ્છો છો, તો તેમ કરવા પર કોઇ પ્રતિબંધ નથી. નવા કપડા પણ પિતૃઓ માટે ખરીદીને દાનમાં આપી શકો છો. તેનાથી પિતૃઓ પ્રસન્ન થશે.
પિતૃ પક્ષમાં ત્રિદોષથી રહો સાવધાન
આગામી 29 સપ્ટેમ્બરના રોજથી પિતૃ પક્ષની શરૂઆત થવા જઇ રહી છે અને સમાપન 14 ઓક્ટોબર, શનિવારના રોજ સર્વ પિતૃ અમાસના દિવસે થશે. 29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબરની વચ્ચે શ્રાદ્ધ પક્ષમાં તમે સરસવનું તેલ, મીઠું અને સાવરણીની ખરીદી ન કરીને ત્રિદોષથી બચી શકો છો.
શું છે ત્રિદોષ?
ત્રિદોષમાં અકાળ મૃત્યુ, રોગ મૃત્યુ અને અપમૃત્યુ સામેલ છે.
અકાળ મૃત્યુ– જે વ્યક્તિ પોતાની ઉંમર પૂર્ણ કરી શકતો નથી, તેને અકાળ મૃત્યુની શ્રેણીમાં રાખવામાં આવે છે. જે લોકોની હત્યા થઇ જાય છે, તેઓ અકાળ મૃત્યુની શ્રેણીમાં આવે છે.
રોગ મૃત્યુ– જે લોકોનું મૃત્યુ કોઇ રોગના કારણ થાય છે, તે લોકો આ શ્રેણીમાં આવે છે.
અપમૃત્યુ– જે લોકો કોઇ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવે છે, તેઓ અપમૃત્યુની શ્રેણીમાં આવે છે. જેમ કે પાણીમાં ડૂબી જવું, આગમાં બળી જવું વગેરે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)