એક દિવસ પતિ પત્ની વચ્ચે ઝગડો થઇ ગયો.
પતિ : બસ-બસ, ઘણું થઇ ગયું,
આજે તે મારું દિલ તોડી નાખ્યું છે,
હવે હું આ ઘરમાં તારી સાથે નહિ રહી શકું.
આજની લડાઈ અંતિમ લડાઈ છે.
હું આ જ સમયે ઘર છોડીને જઈ રહ્યો છું.
એટલું કહીને પતિ દરવાજા તરફ તરફ ગયો..
પત્ની : ક્યાં જઈ રહ્યો છે?
પતિ : ત્યાં જઈ રહ્યો છું, જ્યાંથી તું મને શોધી ન શકે.
દુર ક્યાંક જંગલોમાં, ઊંચા-ઊંચા પહાડો ઉપર,
વિશાળ સમુદ્ર પાર કરીને.
પતિ એ દરવાજો ખોલ્યો અને પછી બંધ કરી દીધો.
પત્ની : શું થયું, હવે ગયો કેમ નહિ?
પતિ : બસ હવે આ વરસાદ થોડો ઓછો થઇ જવા દે.
😜😅😝😂🤪🤣
પતિ : ડાર્લિંગ, કાલે સવારે તું મારી સાથે યોગા ક્લાસમાં આવશે?
પત્ની : તમે કહેવા શું માંગો છો? હું શું જાડી થઇ ગઈ છું?
પતિ : અરે એવી વાત નથી, ના આવવું હોય તો ના આવતી.
પત્ની : તમે કહેવા શું માંગો છો? હું આળસુ છું?
પતિ : તું મને ગુસ્સે કેમ કરી રહી છે?
પત્ની : હવે તમને લાગે છે કે, હું હંમેશા ઝગડતી રહું છું.
પતિ : અરે મેં એવું ક્યારે કહ્યું?
પત્ની : સારું એટલે કે, હું ખોટું બોલી રહી છું.
પતિ : સારું, હું પણ નથી જવાનો.
પત્ની : હવે સમજી હું, ખરેખર તમે પોતે મને લઇ જવા માંગતા ન હતા,
અને હવે બહાના બનાવી રહ્યા છો.
તમારું તો કાયમ માટે આવું જ કામ છે.
બધી ભૂલ મારી જ છે.
પત્ની બસ સતત પતિને ખીજાતી રહી, અને
પતિ બિચારો ચુપચાપ બેસી આખી રાત એ વિચારતો રહ્યો કે,
ખરેખર તેણે એવું શું પૂછી લીધું જે તેની આ હાલત કરી દેવામાં આવી.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)