દર્દી : ડોક્ટર સાહેબ, જલ્દી કાંઈક કરો,
મારા પગ ઉપર એક મહિલાએ ગાડી ચડાવી દીધી.
ડોક્ટરે સારી રીતે ચેક કર્યું અને જાણ્યું કે સામાન્ય ઈજા છે, પણ દર્દી ગભરાયેલો છે.
ડોક્ટર : ઓ હો, ભાઈ ઓપરેશન કરવું પડશે, ઘણો ખર્ચો થશે, તૈયાર છો?
દર્દી : કાંઈ પણ કરો જલ્દી કરો. નકામીએ મને મરેલો સમજીને ઉપાડ્યો પણ નહિ.
તેવામાં ડોક્ટરની પત્નીનો ફોન આવ્યો.
ડોક્ટર : હેલો,
પત્ની : હેલો છોડો, એ જણાવો કે શું કરો છો?
મારાથી કાર ચલાવતા સમયે એક માણસ મરી ગયો, જય હિન્દ ચોક ઉપર.
ડોક્ટર : વ્યક્તિએ કપડા કેવા પહેર્યા હતા?
પત્ની : વાદળી ટીશર્ટ અને કાળું પેંટ.
ડોક્ટર : અરે બાપરે, એ માણસને તે મા-ર્યો-છે,
પોલીસ એ ખૂનીની શોધ કરવા ફરી રહી છે.
પત્ની : તો હવે હું શું કરું?
ડોક્ટર : કરવાનું શું છે, ૪-૬ મહિના માટે પિયર ભાગી જા જલ્દી.
પત્ની : સારું જઈ રહી છું.
દર્દી : ડોક્ટર સાહેબ, મારા પગનું કાંઈક કરોને.
ડોક્ટર : ભાઈ કાંઈ નથી થયું તને તો,
આ લે ૫૦૦ રૂપિયા અને ચાર બીયર લઇ આવ, બંને સાથે પીશું.
અને હા, આ ટીશર્ટ બદલીને જજે.
😜😅😝😂🤪🤣
છોકરો બાઈક ચલાવી રહ્યો હતો.
એક છોકરીએ સ્કૂટીથી તેને ઓવરટેક કર્યો.
છોકરાએ બૂમ પાડી : એ ભેંસ…
છોકરીએ પાછળ વળીને જોયું અને
બૂમો પાડવા લાગી : ગધેડા, કુતરા, વાંદરા…
અચાનક છોકરીનું એક્સિડન્ટ થઈ ગયું,
તે આગળ એક ભેંસ સાથે અથડાઈ ગઈ.
મોરલ : છોકરી ક્યારેય નથી સમજતી કે
છોકરા શું કહેવા માંગે છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)