હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જે વ્યક્તિ કોઈ ખરાબ કામ કરે છે તો એને શનિદેવ દંડ જરૂર આપે છે. પરંતુ શનિદેવ અંગે એ પણ માનવામાં આવે છે કે સારા કર્મ કરવા વાળા લોકોને સારું ફળ આપવામાં પણ મોડું કરતા નથી. પિતૃ પક્ષમાં શનિદેવની પૂજા કરવી ખુબ સુભદાઇ માનવામાં આવે છે. પીપળાના ઝાડમાં પિતૃઓનો વાસ હોય છે, માટે શનિવારના દિવસે પીપળા પર પાણી આપવાથી પિતૃ સુધી સીધું પહોંચે છે.
ધાર્મિક કથાઓ તેમજ માન્યતાઓ અનુસાર શનિદેવ વ્યક્તિના જીવિત રહેતા અને મૃત્યુલોકમાં ગયા પછી પણ ન્યાયનો ચુકાદો આપે છે માટે પિતૃપક્ષના દિવસે શનિવારનું મહત્વ વધી જાય છે.
શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરો: પિતૃપક્ષના શનિવારે સૂર્યાસ્ત પછી પીપળના ઝાડ નીચે પિતૃઓ માટે સફેદ કપડાનું આસન મુકો અને તેના પર એક નાનકડો માટીનો કળશ મૂકો. કળશ ઉપર સાત વાટનો દીવો પ્રગટાવો અને સફેદ ચંદન અને ચોખાથી પૂજા કરો. એવું કહેવાય છે કે પિતૃઓ પીપળના વૃક્ષમાં રહે છે અને ખાસ કરીને પિતૃ પક્ષ દરમિયાન તેઓ પિતૃલોકમાંથી આવે છે અને પીપળના વૃક્ષમાં સોળ દિવસ સુધી નિવાસ કરે છે.
શનિવારે આ મંત્રનો જાપ કરો: શનિવારે, સૂર્યોદય પહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં પીપળના વૃક્ષને પાણીમાં ગોળ-ખાંડ અને કાળા તલ મિશ્રિત કરીને અર્પિત કરો અને આ દરમિયાન ‘ઓમ શમ શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરતા રહો. આ પછી પીપળના ઝાડને પ્રણામ કરો અને તેની સાત વાર પ્રદક્ષિણા કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી પણ શનિદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.
શનિવારે કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. પિતૃ પક્ષમાં શનિવારે કાગડાને ખવડાવો. આ તમારા જીવનમાં આવનારી સૌથી મોટી સમસ્યાઓને હલ કરશે. જીવનમાં આવનારી સમસ્યાઓ એ રીતે સમાપ્ત થશે જેની તમે કલ્પના પણ ન કરી હોય.
શનિવારે સરસવનું તેલ લો અને તેમાં તમારો ચહેરો જુઓ અને પછી આ તેલનું દાન કરો. આમ કરવાથી શનિદેવ તમારી પરેશાનીઓ દૂર કરશે. શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ પછી પીપળના ઝાડની પ્રદક્ષિણા કરો. શનિદેવને તમારી ઇચ્છા વ્યક્ત કરો અને દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરો.
શનિવારે તલ, કાળી અડદ, તેલ, ગોળ, કાળા કપડા કે લોખંડનું દાન કરો. જે લોકોને જરૂરત છે તેમને આ દાન કરો. શનિવારે ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે ગરીબ લોકોને કાળી છત્રી, ધાબળો, અડદ, શનિ ચાલીસા, કાળા તલ, ચંપલ, ચપ્પલ વગેરેનું દાન કરો.
શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે શનિવારે શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો પણ ફાયદાકારક છે. તેથી, આ દિવસે શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરો અને શનિદેવને સાડાસાતી, ઢૈયા અથવા શનિ દોષથી રક્ષણ માટે પ્રાર્થના કરો. શનિદેવ તમારા દરેક દુ:ખ દૂર કરશે.
શનિવારના દિવસે શનિદેવની સાથે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને શનિદેવ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે જે પણ હનુમાનજીની પૂજા કરશે, તેઓ તેને ક્યારેય પરેશાની નહીં આપે અને તેના આશીર્વાદ હંમેશા તેના પર વરસશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)