એક વ્યક્તિ ટોયલેટમાં બેઠો હતો કે અચાનકથી
તેને ટોયલેટ માંથી અવાજ આવ્યો : શું ચાલે છે?
વ્યક્તિ ગભરાઈને બોલ્યો : ઠીક છું.
પાછો અવાજ આવ્યો : શું કરી રહ્યા છો?
વ્યક્તિ : જરૂરી કામમાં રોકાયેલો છું.
પાછો અવાજ આવ્યો : હું આવી જાવ?
વ્યક્તિ ફરી ગભરાઈને
બોલ્યો : નહિ નહિ, હું એકલો જ ઠીક છું.
પાછો અવાજ આવ્યો : અરે યાર હું તમને પછી કોલ
કરું છું,
કોઈ નાલાયક બાજુના ટોયલેટમાંથી મારી
દરેક વાતનો જવાબ આપી રહ્યો છે.
😜😅😝😂🤪🤣
બે ગાંડાઓએ પાગલખાનામાંથી ભાગવાનો
પ્લાન બનાવ્યો.
પહેલો : કાલે જેવો દરવાજો ખુલશે એટલે
આપણે ચોકીદારને પકડીને બાંધી દઈશું અને
ભાગી જઈશું.
બીજો : હા આઈડિયા સારો છે.
બીજા દિવસે સવારે બંને જેવા ભાગીને દરવાજા પાસે ગયા
તેમણે જોયું કે દરવાજો ખુલ્લો હતો ચોકીદાર ગુમ હતો.
પહેલો : અરે યાર આ ચોકીદાર ક્યાં ગયો?
જો તે હોત તો આપણે પ્લાન મુજબ આજે ભાગી શક્યા હોત.
બીજો : કોઈ વાંધો નહિ યાર, ચાલ કાલે પ્રયાસ કરીશું.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)