હિંદુ ધર્મમાં પિતૃપક્ષના 15 દિવસનું ખૂબ જ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડ દાન અને દાન-પુણ્યના કામ કરવામાં આવે છે. જણાવી દઈએ કે પિતૃપક્ષની શરૂઆત ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી થાય છે અને આસો મહિનાની અમાસ સુધી ચાલુ રહે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઇ રહી છે, જે 14 ઓક્ટોબર સુધી ચાલશે.
આ 15 દિવસો દરમિયાન પૂર્વજોનું સન્માન કરવામાં આવે છે અને કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. પિતૃપક્ષ દરમિયાન ફક્ત એ જ કામ કરવા જોઈએ, જેનાથી પૂર્વજો પ્રસન્ન થાય અથવા તેમની આત્માને તેનાથી સંતોષ મળે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં પણ આવા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, આ ઉપાયો કરવાથી પિતૃઓ ખુશ રહે છે.
પિતૃ પક્ષમાં કરો આ ખાસ ઉપાય
વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. સાથે જ દક્ષિણ દિશાને પિતૃઓની દિશા પણ માનવામાં આવે છે. ત્યારે પિતૃપક્ષ દરમિયાન દરરોજ દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે. જેને પિતૃઓના આશીર્વાદ મળે છે, તેમના જીવનમાં ક્યારેય ધન-દોલતની કમની નથી રહેતી. સાથે જ આ ઘરના પરિવારની ખૂબ જ પ્રગતિ થાય છે અને તેઓ જીવનમાં ખૂબ સફળતા મેળવે છે. તેમના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે.
આ ઉપરાંત પિતૃપક્ષ દરમિયાન દરરોજ પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે, પીલાના ઝાડ પર દેવી-દેવતાઓ સહીત પિતૃઓનો પણ વાસ હોય છે. ત્યારે જો તમે પિતૃપક્ષ દરમિયાન રોજ પીલાના ઝાડને જળ અર્પણ કરો છો અને પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો, તો તમને જરૂરથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ આઉપાય કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
પિતૃપક્ષ દરમિયાન ન કરો આ ભૂલો
પિતૃપક્ષ દરમિયાન આપણે ઘણી ભૂલો કરવાથી બચવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન રોજ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી આપણા પિતૃઓ પ્રસન્ન રહે છે, પરંતુ પિતૃપક્ષ સિવાયના સામાન્ય દિવસો દરમિયાન દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે દક્ષિણ દીધા યમરાજની દિશા માનવામાં આવે છે. ત્યારે સામાન્ય દિવસોમાં દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પરિવાર પર સંકટના વાદળો ઘેરાઈ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)