ઓકોટબર માસની શરૂઆતમાં જ ઐશ્વેર્યના દાતા શુક્ર પોતાનું રાશિ પરિવર્તન કરશે. 2 ઓકોટબરના રોજ બપોરે 4 વાગ્યાને 9 મિનિટ પર શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સિંહ રાશિ ગ્રહોના રાજા સૂર્યની છે. એવામાં શુક્ર ગ્રહનું આ રાશિમાં ગોચર કરવું કેટલીક રાશિઓ માટે નકારાત્મક તો નહિ પરંતુ સકારાત્મક હશે.
પંચાંગ અનુસાર 2 ઓકોટબરના રોજ શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
જણાવવામાં આવે છે કે કુંડળીમાં શુક્ર ગ્રહની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી હોય છે. સાથે જ ધન, ઐશ્વર્ય, સુંદરતા, દામ્પત્ય સુખ, પત્ની સુખનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં શુક્ર જો મજબૂત સ્થિતિમાં હોય તો જાતકોને બધું સુખ પ્રાપ્ત થાય છે. પતિ પત્નીમાં મધુરતાના સબંધ રહે છે. સુંદર સંતાન હોય છે.
ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાશે: ચોક્કસ સમયના અંતરાલ પછી એક ગ્રહ બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 2 ઓક્ટોબરે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ એવી ત્રણ રાશિઓ છે જેમનું ભાગ્ય શુક્ર ગ્રહથી ચમકશે. તેમાં મુખ્યત્વે વૃષભ, સિંહ અને તુલા રાશિનો સમાવેશ થાય છે.
વૃષભ: આ રાશિનો સ્વામી શુક્ર છે. આવી સ્થિતિમાં શુક્રના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. સફળતાની નવી તકો મળશે. ભૌતિક સુખમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. જો તમે ઘરમાં કોઈ ફેરફાર કરવા માંગો છો તો આ ખૂબ જ શુભ સમય છે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
સિંહ: શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. વ્યક્તિત્વમાં વિકાસ થશે. અટકેલા કામ પૂરા થશે. વ્યાપારીઓને તેમની ઈચ્છા મુજબ નફો મળશે અને આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. જો કે, તમારી ખાનપાન અને વાણી પર નિયંત્રણ રાખો કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે.
તુલા: શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે શુભ રહેશે. ધનલાભના માર્ગો મળશે. આર્થિક લાભ પણ થશે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો તમને સફળતા મળશે. ઉત્તમ પરિણામો જોવા મળશે. કરિયર અંગે નિર્ણય લઈ શકો છો. ભૌતિક સુખોમાં વધારો થશે. અણધાર્યા નાણાકીય લાભ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)