દીકરો : પપ્પા,
તમે એન્જિનિયર કેવી રીતે બન્યા?
પપ્પા : દીકરા,
તેના માટે ઘણી મહેનત કરવી પડે છે,
અને ખૂબ જ તેજ દિમાગ હોવું જોઈએ,
તોજ એન્જીનીયર બનાય છે.
દીકરો : એટલે જ પૂછું છું કે,
તમે એન્જિનિયર કેવી રીતે બન્યા.
દે ચપ્પલ, દે ચપ્પલ, દે ચપ્પલ
😜😅😝😂🤪🤣
ન્યાયાધીશ : તારે છૂટાછેડા કેમ જોઈએ છે?
પતિ : ન્યાયાધીશ સાહેબ,
મારી પત્ની મારી પાસે લસણ છોલાવે છે,
ડુંગળી કપાવે છે અને વાસણો ઘસાવે છે.
ન્યાયાધીશ : એમાં શું વાંધો છે?
લસણને થોડું ગરમ કર એટલે તે સહેલાથી છોલાઈ જશે,
ડુંગળીને કાપતા પહેલા ફ્રીઝમાં રાખજે,
તો તે કાપતી વખતે આંખો બળશે નહીં,
વાસણો ધોવાના 10 મિનિટ પહેલા, તેને આખા ભરેલા
ટબમાં મૂકી દો, તે સરળતાથી સાફ થઈ જશે.
પતિ : સમજી ગયો નામદાર.
મારી અરજી પાછી જ આપી દો.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)