એક મહિલા પોતાની કેટલીક સમસ્યાઓ લઈને બાબાના આંગણે પહોંચી.
બાબાએ બધી સમસ્યાઓ ખૂબ ધ્યાનથી સાંભળી પછી કહ્યું,
દીકરી…ઉકેલ મળી જશે, બધું સારું થઈ જશે.
પરંતુ તેના માટે થોડો ખર્ચ થશે.
મહિલાએ પૂછ્યું : કેટલો ખર્ચ થશે?
બાબા : હું તારી પાસે વધુ નહિ લવ.
પરંતુ પુરાણો અનુસાર આપણા કુલ 33 કરોડ દેવી-દેવતાઓ છે.
બસ દરેકના નામથી એક એક પૈસો દાન આપજે.
મહિલા પણ ચાલાક હતી,
તેણે મનમાં ગણતરી કરી તો બાબાના કહેવા પ્રમાણે
કુલ ખર્ચ 33 લાખ હિસાબ આવતો હતો.
તે બોલી : સારું ત્યારે બાબાજી,
તમે વારાફરતી દરેકના નામ લેતા જાઓ, હું એક એક પૈસો મુકાતી જઈશ.
બાબાજી હજુ પણ ભાનમાં આવ્યા નથી.
😜😅😝😂🤪🤣
મહિલા : બાબા,
મારા અને પતિ વચ્ચે પ્રેમ ઓછો થઈ
ગયો છે.
કોઈ ઉપાય જણાવો.
બાબા : દીકરી,
શનિવારે ફેસબુક અને
રવિવારે વ્હોટ્સએપનો ઉપવાસ રાખજે.
પહેલા જેવો પ્રેમ આવશે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)