વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ ગ્રહ 30 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. એટલે કે રાહુ ગ્રહ મેષમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થવા જઇ રહ્યો છે. તેવામાં આ યોગ સમાપ્ત થવાથી 3 રાશિના જાતકોની દરેક મનોકામનાઓ પૂરી થઇ શકે છે. સાથે જ આકસ્મિક ધનલાભ થઇ શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.
તુલા રાશિ
તમને ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કારણ કે એક તો રાહુ અને ગુરુની દ્રષ્ટિ તમારી રાશિ પર પડી રહી હતી. સાથે જ આ યુતિ તમારી રાશિના સપ્તમ ભાવમાં બની રહી હતી, જેનાથી તમારા વૈવાહિક જીવનમાં તણાવ ચાલી રહ્યો હતો, તો તે હવે ખતમ થઇ શકે છે. સાથે જ ધન અને કરિયરના મામલે પણ તમારા માટે શુભ યોગ બનશે અને મનવાંછિત ફળ મળશે. સાથે જ સમાજમાં તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તેવામાં આ સમયે તમને પાર્ટનરશિપના કામમાં સારો લાભ મળી શકે છે. સાથે જ અપરણિત લોકોના લગ્ન નક્કી થઇ શકે છે.
કર્ક રાશિ
ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થવાથી કર્ક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઇ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના દશમ ભાવમાં બની રહી હતી. તેથી બિઝનેસમાં તમને જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, તેનાથી તમને છુટકારો મળશે. સાથે જ આ સમયે બેરોજગાર લોકોને નવી નોકરીને ઓફર મળી શકે છે. તેવામાં આ રાશિના વેપારીઓને સારો લાભ થઇ શકે છે અને નોકરિયાત લોકોને આ સમયે પ્રમોશન મળી શકે છે. સાથે જ આ સમયે તમને પૈતૃક સંપત્તિનો લાભ થઇ શકે છે. સાથે જ પિતા સાથે તમારા સંબંધો સુધરશે.
સિંહ રાશિ
ગુરુ અને રાહુની યુતિ સમાપ્ત થવાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના નવમ ભાવમાં બની રહી હતી. તેથી આ સમયે તમને જે કિસ્મતનો સાથ મળતો ન હતો, તે હવે મળશે. સાથે જ જે કામ અટવાયેલા હતાં તે પૂરા થવા લાગશે.
આવકમાં વૃદ્ધિ થશે અને જો તમે વેપારી છો તો તમને નવી તકો મળશે. જે લોકો સંતાન સુખથી વંચિત છે તેમને સુખની પ્રાપ્તિ થશે. તેવામાં પિતા સાથે સંબંધોમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શાનદાર સાબિત થઇ શકે છે. એટલે કે તે કોઇ પરીક્ષામાં પાસ થઇ શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)