અનેક લોકોને શરીરમાં સોજા આવતા હોય છે. સોજા આવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણાં લોકોના શરીરમાં બહુ વધારે સોજા આવતા હોય છે. આ સોજાને કારણે શરીર ફૂલેલું લાગે છે. શરીરમાં આવતા સોજા તમને બીજી અનેક બીમારીઓમાં સપડાઇ શકે છે. ક્રોનિક ઇન્ફ્લેમેશનને કારણે ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, ઓટોઇમ્યૂન ડિસીઝનો ખતરો વધારે રહે છે જેના કારણે બીજી અનેક તકલીફો થઇ શકે છે.
ઉંમર વધવાની સાથે શરીરમાં સોજા વધારે આવે છે.
ઇન્ફ્લેમેશન એક નેચરલ પ્રોસેસ છે જે હાનિકારક બેક્ટેરિયા અને ઇન્ફેક્શનથી બચાવવા ઇમ્યુનિટી સિસ્ટમમાં થાય છે. ઇજા, ઇન્ફેક્શન થવાને કારણે તેમજ શરીરમાં બીજા પદાર્થ જમા થવા પર સોજા આવવા લાગે છે. આમ, શરીરમાં સોજા વધારે આવે છે તો આ ફૂડ્સને તમે ડાયટમાં એડ કરો. આ ફૂડ્સ શરીરમાં આવતા સોજા ઓછા કરશે અને તમને હેલ્ધી બનાવશે.
શરીરમાં સોજા આવવાના કારણો
તમને ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, ડિમેન્શિયા અને બીજી તકલીફ છે તો શરીરમાં સોજા આવી શકે છે. આ સાથે જાણો શરીરમાં સોજા આવવા પાછળના બીજા કારણો.
- સતત દુખાવો થવો
- થાક લાગવો
- ઊંઘ ના આવવાને કારણે
- સાંધામાં દુખાવો થવો
- સ્કિન પ્રોબ્લેમ્સ
- કબજિયાત, ડાયરિયા, એસિડિટી
- અચાનક વજન વધી જવું
- ફ્લૂ, શરદી અને ઉઘરસ થવાનું કારણ
- અચાનક વજન ઘટી જવું
ડાયટમાં આ વસ્તુઓ એડ કરો
એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર
એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાક ખાવાનું રાખો. આ આહારથી બોડીના ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. આ રીતના ફૂડ ખાવાથી કેન્સર અને હાર્ટ ડિસીઝના રિસ્કને ઓછા કરી શકો છો.
અનસેચ્યુરેટ ફેટ જરૂરી
હેલ્ધી ફેટના રૂપમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ સૌથી જરૂરી હોય છે. મોનોસેચ્યુરેટેડ ફેટ, ઓમેગા 3 ફેટી એસિડ ફિશ, સીડ્સ, નટ્સ અને પ્લાન્ટ ઓઇલ જેમ કે નારિયેળ તેલ, અળસીનું તેલ, ઓલિવ ઓઇલને તમે ડાયટમાં એડ કરી શકો છો.
ફાઇબર અને પ્રોબાયોટિક
ફાઇબર અને પ્રોબાયોટિક ફૂડ્સ જેમ કે કોબીજ, ગાજર, બ્રોકલી, લીલા શાકભાજીને ડાયટમાં એડ કરો. આ ખોરાક ખાવાથી ડાયજેશન સિસ્ટમ સારી થાય છે.
પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો
કાર્બોહાઇડ્રેટથી ફૂડ્સ જેમ કે પેસ્ટ્રી, કોલ્ડ ડ્રિંક અને ડીપ ફ્રાઇ ફૂડ ખાવાનું ટાળો. આ ખોરાક ખાવાથી શરીરમાં સોજા વધારે આવી શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)