fbpx
Thursday, October 24, 2024

રાવણનો વધ કરતા પહેલા ભગવાન રામે પણ 9 દિવસ ઉપવાસ કર્યા હતા, જાણો દંતકથા

હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે નવરાત્રીનો પર્વ 14 ઓક્ટોબર રાતે 11 વાગ્યાથી 24 મિનિટથી શરુ થશે અને 16 ઓકોટબર 12 વાગ્યાને 32 મિનિટ પર સમાપ્ત થશે. એવામાં ઉદય તિથિ પ્રમાણે નવરાત્રી 15 ઓક્ટોબરના રોજથી શરુ થશે અને 24 ઓકોટબર વિજયા દશમીના તહેવાર સાથે સમાપ્ત થશે. નવરાત્રી નવ દિવસનો તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રીમાં નવ દિવસનું વ્રત રાખવા અંગે દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે એને સાધકને પોતાના આશીર્વાદ આપશે.

શાસ્ત્રો અનુસાર, ભગવાન રામે પણ રાવણને હરાવવા માટે નવ દિવસનું વ્રત રાખ્યું હતું. તો ચાલો જાણીએ આ અંગે.

શ્રી રામે કરી હતી માતા શક્તિની ઉપાસના

વાલ્મીકિ પુરાણ અનુસાર, રાવણનો વધ કરતા પહેલા ભગવાન શ્રી રામે આષો પ્રતિપદાથી નવમી સુધી ઋષ્યમૂક પર્વત પર દેવી દુર્ગાની પૂજા કરી હતી અને ત્યારબાદ દશમના દિવસે તેઓ કિષ્કિંધાથી લંકા ગયા હતા અને રાવણનો વધ કર્યો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામે આધ્યાત્મિક શક્તિ મેળવવા, દુશ્મનોને હરાવવા અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ કરીને માતા દુર્ગા પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત, લંકા પર વિજયનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવે છે.

શ્રી રામે શારદીય નવરાત્રીની શરૂઆત કરી

ધાર્મિક ગ્રંથો અનુસાર, શારદીય નવરાત્રિની શરૂઆત ભગવાન રામ દ્વારા કરવામાં આવી હતી અને ભગવાન રામે નવ દિવસ સુધી કંઈપણ ખાધા-પીધા વગર શક્તિસ્વરૂપ મા દુર્ગાની પૂજા કરી હતી. ભગવાન રામને આ વ્રત કરવાની સલાહ બ્રહ્મદેવે આપી હતી. તેમજ ભગવાન બ્રહ્માએ ભગવાન શ્રી રામને પૂજા અને ઉપવાસ કરીને ચંડી દેવીને પ્રસન્ન કરવા કહ્યું અને કહ્યું ચંડી પૂજા અને હવન માટે 108 દુર્લભ નીલ કમળ હોવા જરૂરી છે.

નવરાત્રીનું મહત્વ

નવરાત્રીમાં નવ દિવસ માતા રાણીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના દરેક રૂપનો એક અલગ મતલબ છે અને આ નવે નવ સ્વરૂપનો અર્થ છે શક્તિ. ગુજરાતના ગરબા અંગે બંગાળઆ પંડાલો ચારો બાજુ આ તહેવારની રોનક છવાય જાય છે. માન્યતા છે કે નવરાત્રીની સાધના તમને માનસિક રૂપથી મજબૂત બનાવે છે અને આધ્યાત્મિક ઈચ્છાઓ પુરી કરે છે. શારદીય નવરાત્રી સાંસારિક ઈચ્છાઓને પુરી કરવા વાળી માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles