fbpx
Thursday, October 24, 2024

નસીબ સાથ નથી આપતું? તો મંગળવારે કરો આ ચમત્કારી ઉપાય

હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ પવન પુત્ર હનુમાનજીનો હોય છે. મંગળવારના દિવસે પૂજા પાઠ અને વ્રતથી ભગવાન ખુબ પ્રસન્ન થાય છે અને જીવનના તમામ સુખ-સંકટ દૂર થઇ જાય છે. જ્યોતિષમાં પણ મંગળવારનો દિવસે પૂજા-પાઠ કરવા માટે શુભ માનવામાં આવ્યો છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા સાથે કેટલાક ઉપાયો કરવાથી સંકટમાંથી મુક્તિ મળે છે અને તમામ બગડેલા કામ બનવા લાગે છે.

આ ઉપાયોથી તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો. તો ચાલો જાણીએ મંગળવાર સાથે જોડાયેલા ઉપાય.

બજરંગબલીને ચઢાવો ચોલા સિંદૂર

મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ હનુમાન મંદિરે જાઓ અને ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો. ત્યાર બાદ હનુમાનજીને ચોલા સિંદૂર ચઢાવો અને લાડુનો ભોગ લગાવો. ત્યાર બાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને માર્ગમાં આવતી દરેક અડચણો પણ દૂર થશે.

વાંદરાઓને આ વસ્તુ ખવડાવો

આર્થિક સંકટ દૂર કરવા માટે મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી અથવા કેળા ખવડાવો. જો વાંદરાઓને આ વસ્તુઓ ખવડાવવી શક્ય ન હોય તો કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આ વસ્તુઓ દાન કરો. 11 મંગળવાર સુધી આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.

ખરાબ નજર દૂર કરવા માટે

મંગળવારે જવના લોટમાં કાળા તલ અને તેલ મિક્સ કરીને રોટલી બનાવો. આ રોટલીને તેલ અને ગોળ સાથે કોઈ ખરાબ નજરવાળા વ્યક્તિ કે બાળક પર સાત વાર ફેરવી ભેંસને ખવડાવો. તેનાથી ખરાબ નજરની અસર તરત જ દૂર થાય છે.’

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા ચઢાવો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles