Thursday, March 20, 2025

કપૂરથી ઘરમાં કરો આ ઉપાય, તમને પિતૃપક્ષ અને આર્થિક તંગીથી મળશે રાહત

દરેક વ્યક્તિ પૈસા કમાવા ઈચ્છે છે. પૈસા મળે તે માટે લોકો દિવસ-રાત મહેનત પણ કરતા હોય છે. છતાં તેના યોગ્ય પરિણામ મળતા નથી. જેના કારણે ધીમે-ધીમે દેવું વધવા લાગે છે. મહેનત કર્યા છતાં પણ ન મળતું હોય તો તેના પાછળ ભાગ્ય ન ચમકવું કે પિતૃદોષ સહિતના કારણો જવાબદાર હોઈ શકે છે. આવી સ્થિતિમાં અમુક ટોટકા કે વિધિ કરીને સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે.

અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.

હિન્દુ ધર્મમાં પૂજાપાઠ કરવા માટે કપૂરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કપૂર સળગાવીને નકારાત્મક ઊર્જાને બહાર કાઢી શકાય છે. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ, કપૂરના ટોટકા કરીને પણ લાભ મેળવી શકાય છે. આ ટોટકા કરવાથી પિતૃઓ અને માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. પરિવારમાં સુખ-શાંતિ આવે છે, તેમજ રોગ અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.

આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા લોકોએ પોતાની આવકમાં વધારો કરવા સવારે સ્નાન કર્યા બાદ ગુલાબનું ફૂલ લઈ તેના પર કપૂરનો ટુકડો રાખવો જોઈએ. ત્યારબાદ સાંજે આ ફૂલ માં દુર્ગાને અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી આર્થિક સંકળામણ દૂર થશે. આ ટોટકો સતત 43 દિવસ સુધી કરવાથી માતાજી પ્રસન્ન થશે અને આવકમાં વધારો થશે.

ઘરમાં બીમારી રહેતી હોય, કંકાસ થતો હોય કે પૈસાની આવક ન હોય તેવી સ્થિતિમાં તમે લવિંગ અને કપૂરનો ટોટકો કરી શકો છો. આ માટે પહેલાં લવિંગ અને કપૂરનો એક ટુકડો લઈ વાટકીમાં રાખો. ત્યારબાદ તેને સળગાવી વાટકી આખા ઘરમાં ફેરવો. આ ઉપરાંત તેને ભગવાનની સામે રાખી તમારી મનોકામના જણાવો. આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા ફેલાશે અને બધી જ સમસ્યામાંથી છુટકારો મળશે.

કુંડળીમાં કાલ સર્પ યોગ કે પિતૃદોષ હોય તેવા જાતકોએ ઘરના મંદિરમાં દરરોજ દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમાં કપૂરને ડૂબાડવું જોઈએ અને પછી ભગવાનની આરતી કરવી જોઈએ. તેનાથી પિતૃઓ શાંત થાય છે અને કાલ સર્પ દોષની અસર સમાપ્ત થઈ જાય છે. આ ટોટકાના કારણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

જો ઘરમાં કોઈ બાળક કે વડીલને રાત્રે દુઃસ્વપ્નો આવતા હોય, નજર લાગી જતી હોય કે કોઈપણ કામમાં મુશ્કેલીઓ આવતી હોય, તો ઘરમાં રોજ સાંજે કપૂર સળગાવીને પૂજા કરો. તેનાથી દુઃસ્વપ્નો દૂર થશે અને નજર નહીં લાગે. ઘરમાં શાંતિ અને માન-સન્માન વધશે. 

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles