fbpx
Sunday, October 27, 2024

વડનગરમાં પુરાતત્વીય અવશેષોથી ભરેલું અથમેર અંબાજી માતાનું અતિ પ્રાચીન મંદિર છે

ગુજરાતમાં અનેક પ્રાચીન અને ઐતિહાસિક સ્થળો આવેલા છે. વડનગર ગુજરાતનું અતિ પ્રાચીન સ્થળ માનવામાં આવે છે. અહીં હજારો વર્ષ જુના મંદિરો આવેલા છે. વડનગર ગામ પુરાતત્વ અવશેષોથી ભરેલું છે. અહીં અથમેર અંબાજી માતાજીનું મંદિર આવેલું છે.

 મહેસાણા: જિલ્લામાં આવેલું વડનગર એક મહત્વનું ગામ છે, જે પહેલા ના સમયમાં આનંદ અથવા ચમત્કારપુર નામથી ઓળખાતું હતું, વડનગર ગામનો ઇતિહાસ ખૂબ જ જૂનો ગણવામાં આવે છે, લોકવાયકા પ્રમાણે પાંડવકાળમાં ત્યાં પાંડવોનો વસવાટ હતો,હાલનું વડનગર ગામ પુરાતત્વ અવશેષોથી ભરેલું છે આવી જ રીતે અહીં આવેલું અથમેર માતાજીનું મંદિર જે મૂળ નાના નાના મંદિરોનું સમૂહ છે જે વર્ષો પુરાણું છે.

 વડનગરના પૂર્વ ભાગમાં સ્થિત અમથેર માતા મંદિર બધા મંદિર થી વધારે પ્રાચીન હયાત મંદિર છે. વાસ્તવમાં, ભૂતકાળમાં ક્યારેક તે અનેક નાનાં-મોટાં મંદિરોનું એક વિશાળ સંકુલ હોવું જોઈએ પરંતુ આજે તેમાંથી માત્ર છ જ મધ્યમ કદના મંદિર બચ્યાં છે.

 આ મંદિરો નકશીદાર પત્થરોના મોટા ઊંચા ઓટલાઓ પર બનાવવામાં આવેલાં છે, જે કંઈક અંશે ખજુરાહોનાં મંદિરોની યાદ અપાવે છે. આમાં જે સૌથી મોટું મંદિર છે. તેનું દ્વાર પશ્ચિમ દિશામાં છે. તેમાં અત્યારે અંબાજી માતાની પ્રતિમા બિરાજમાન છે. જેનું હાલ સમારકામ શરૂ છે જેથી ત્યાંના ગર્ભગૃહમાં પ્રવેશ નિષેધ છે.

 અંબેમાં ના મંદિરની બહારના ભાગમાં પાર્વતી,મહિષાસુરમર્દિની, અને અન્ય દેવતાઓની મૂર્તિઓ છે. અંબાજી મંદિરની પાછળની જગ્યામાં વિષ્ણુ, સપ્તમાતૃકા, સૂર્ય, અને બીજા દેવતાઓનાં નાનાં-નાનાં 5 મંદિરો છે. એ મંદિરોમાંનુ સૂર્યમંદિર ધ્યાન ખેંચે છે.

 આમ તો ઉત્તર ગુજરાતમાં ઘણે સ્થળે નાનાં- નાનાં સૂર્ય મંદિરો જોવા મળે છે, પરંતુ ભવ્ય સૂર્ય મંદિર તો માત્ર મોઢેરાનું સૂર્ય મંદિર જ છે. જેમ મોઢેરાના સૂર્ય મંદિર માંથી સૂર્યની પ્રતિમા ગાયબ થઈ ગયેલી છે,તેમ વડનગરના સૂર્ય મંદિરમાં પણ બનેલું છે.

 સમગ્ર અમથેર માતા મંદિર સંકુલને જોતાં લાગે છે કે, અહીં ઘણું બધું નષ્ટ થઈ ચૂક્યું છે. અને જે કંઇ બચેલું છે તે તો મૂળ જે હશે તેનો એક નાનો અંશ માત્ર છે. એવું પણ બને કે, આ સંકુલના ઘણા બધા અવશેષ આસપાસની જમીન નીચે દટાયેલા પડ્યા હોય, અને તે આ નગરના સૌથી પ્રાચીન અવશેષો સાબિત થાય.

 આ સંકુલના મંદિરોનાં દ્વારની દિશા અને તે એકબીજાની લગોલગ જે રીતે ઊભા છે તે જોતાં એમ પણ લાગે છે કે, આ સંકુલમાં અત્યારે જે કંઇ જોવા મળે છે તેની આ મૂળ જગ્યા ન પણ હોય.અહીનાં મંદિરોને જોઈને ખજૂરાહોના મંદિર અને કલાકૃતિ યાદ આવી જાય એવા સ્થાપત્ય અહીં છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles