વાસ્તુ અનુસાર, હિન્દુ ધર્મમાં ઘરમાં રાખેલી દરેક વસ્તુ સકારાત્મક અને નકારાત્મક બંને રીતે પ્રભાવ પાડે છે. એવામાં જરૂરી છે વસ્તુઓને રાખતા પહેલા યોગ્ય સ્થાન પસંદ કરી લો. વાસ્તુ નિયમોની અવગણના જીવનમાં ખોટી અસર પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં અન્ય વસ્તુની જેમ બુટ ચપ્પલ પણ યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ જણાવવામાં આવ્યું છે. કારણ કે બુટ ચપ્પલ યોગ્ય સ્થાન અથવા યોગ્ય જગ્યા પર ન રાખવાથી નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે ઘરમાં ગમે-તેમ, ઉંધા ચપ્પલ રાખો છો તો એનાથી ધનની દેવી લક્ષ્મી નારાજ થઇ જાય છે. ઘરમાં ગરીબી આવે છે. માટે ક્યારે પણ ઉંધા ચપ્પલ મુકવા જોઈએ નહિ.
ઘરમાં ઉંધા ચંપલ ઉંધા રાખવાથી થાય છે આ સમસ્યાઓ
ગૃહ કલેશ: જ્યોતિષના મતે ઘરમાં ચપ્પલ કે બુટ ઉંધા રાખવાથી ઘરમાં ગ્રહોની પરેશાનીઓ વધે છે. આ સિવાય માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈ જાય છે અને તેમને આવા ઘરમાં રહેવું પસંદ નથી. આ સ્થિતિમાં ઘરમાં ગરીબી છવાયેલી રહે છે.
બીમારીઓનું કારણ: વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના દરવાજા પર બુટ અને ચપ્પલ ઊંધા રાખવામાં આવે તો તેની ખરાબ અસર ઘરના સભ્યોની વિચારસરણી પર પડે છે. જેના કારણે ઘરમાં બીમારી અને દુ:ખ આવવા લાગે છે. આ માટે એ જરૂરી છે કે જો બુટ અને ચંપલ ઉંધા જોવા મળે તો તેને તરત સીધા કરી લેવા જોઈએ.
શનિદેવનો પ્રકોપ: ઘરમાં બુટ અને ચપ્પલ રાખવા માટે યોગ્ય સ્થાન હોવું ખૂબ જ જરૂરી છે. જો ઘરમાં બુટ અને ચંપલ ઉંધા પડેલા હોય તો તણાવનું વાતાવરણ રહે છે. એવું માનવામાં આવે છે કે બુટ અને ચંપલ ઉંધા રાખવાથી શનિનો પ્રકોપ વધે છે. શનિદેવને પગના કારક માનવામાં આવે છે.
ઘરમાં નકારાત્મકતા વધશેઃ જ્યોતિષના મતે ચપ્પલ અને જૂતા ક્યારેય ઉંધા ન રાખો. આમ કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા અંદર આવવા લાગે છે. આ કારણે ઉંધા બુટ અને ચંપલ પરિવારના સુખ-શાંતિમાં અવરોધરૂપ બને છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)