fbpx
Thursday, December 26, 2024

માતા દુર્ગાના સપનામાં દર્શન થવા તે કઈ વાતનો સંકેત છે? જાણો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તેનો અર્થ

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપના વાસ્તવિક જીવનમાં ખૂબ પ્રભાવ નાખે છે. ચિકિત્સા શાસ્ત્ર અનુસાર આપણા મનમાં જે થઈ રહ્યુ હોય છે તે આપણને સપનામાં પણ નજર આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર ભવિષ્યમાં જીવનમાં આવનારા શુભ કે પછી અશુભ પ્રભાવોની એક ઝલક સપના દ્વારા દેખાઈ જાય છે. દરેક સપનાનો અલગ-અલગ અર્થ હોય છે. જો કોઈ વ્યક્તિને સપનામાં માતા દુર્ગા સંબંધિત બાબતો દેખાય છે તો તેનો પણ શુભ કે અશુભ અર્થ હોય છે.

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં માતા દુર્ગાની મૂર્તિ જોવી શુભ માનવામાં આવે છે. જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓથી છુટકારો મળી જાય છે. માનસિક, શારીરિક સમસ્યાઓથી છુટકારો મળે છે. આ સાથે જ નોકરી, વેપારમાં અપાર સફળતાની સાથે ધન લાભ મળવાના અણસાર હોય છે.

સપનામાં માતા દુર્ગાનું મંદિર દેખાવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ઘણા સમયથી મનમાં રહેલી ઈચ્છા હવે પૂરી થઈ શકે છે. ઘણા ક્ષેત્રે લાભ મળી શકે છે. આ સાથે જ ઘણા પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મળશે.

જો કોઈ વ્યક્તિ સપનામાં માતા દુર્ગાની આરતી થતી જોવે તો તેનો અર્થ છે કે કોઈ મોટી સમસ્યાનું સમાધાન મળવાનું છે. આશાની એક નવી કિરણ ઉત્પન્ન થઈ શકે છે. ભવિષ્યમાં તમે સફળતા તરફ અગ્રેસર થશો. વેપાર, નોકરી, વિવાહમાં પણ લાભ મળવાના સંકેત છે.

સપનામાં જો કોઈ વ્યક્તિને માતા દુર્ગા સિંહ પર સવાર થઈને દેખાય તો સમજી લો કે તેમના સારા દિવસો શરૂ થવાના છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભવિષ્ય પણ સારુ થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ માતા દુર્ગાને લાલ વસ્ત્રમાં જોવે છે તો તેનો અર્થ એ છે કે તમારુ ભવિષ્ય સારુ થવાનું છે. સંબંધોમાં મધુરતા વધશે. ઉન્નતિ, પ્રગતિ મળવાના સંકેત આવી રહ્યા છે. આ સાથે જ સંતાન તરફથી પણ ખુશી મળશે.

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં જો કોઈ વ્યક્તિ માતા દુર્ગાને દુ:ખી કે રડતા જોવે તો આ અશુભ માનવામાં આવે છે. કાર્ય ક્ષેત્ર, વેપારમાં નુકસાન થઈ શકે છે. કોઈક પોતાના વ્યક્તિ તરફથી દગો મળી શકે છે. રૂપિયાની તંગી વધે છે, જેનાથી ઉધાર લેવા સુધીની સ્થિતિ આવી જાય છે. આ સાથે જ પારિવારિક કંકાશ વધી જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles