મસાલામાં ધાણાનો ખુબ ઉપયોગ થાય છે. તેની સુગંધ ભોજનના સ્વાદને બમણો કરી દે છે. ખાવાની સાથે-સાથે ધાણાના બીજ અને પાંદનો ઉપયોગ પણ ઘણી રીતે થાય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અમે વાત કરી રહ્યાં છીએ ધાણાના પાણીની. જે લોકોને સ્વાસ્થ્ય સંબંધી નાની-મોટી સમસ્યા રહે છે, તે આ ઉપાયથી રાહત મેળવી શકે છે.
જો તમે દરરોજ સવારે ઉઠી ખાલી પેટ ધાણાનું પાણી પીવો છો તો તેનાથી તમને ઘણા લાભ મળશે. ધાણાનું પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. હકીકતમાં ધાણા એક સુપરફૂડ છે, જેમાં ઘણા પોષક તત્વો હોય છે. ધાણાના પાંદ અને બીજ આ બંને રૂપ બધા માટે ફાયદાકારક હોય છે. જો તમે સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવો છો તો તેનાથી પાચન શક્તિ સારી રહે છે. સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે. આવો જાણીએ તેનાથી શું-શું ફાયદા મળે છે.
1. એસિડિટીમાં ફાયદાકારક
જે લોકોને એસિડિટીની સમસ્યા રહે છે તેણે ધાણાનું પાણી પીવુ જોઈએ. હકીકતમાં ધાણાના બીજમાં રહેલા ગુણ પેટને ઠંડુ રાખે છે. આ રીતે તમારી એસિડિટીની સમસ્યા ઓછી થઈ જશે. ધાણાનું પાણી પીવાથી તમારા પેટમાં પેદા થનાર એસિડનું સ્તર ઘટે છે અને બળતરા તથા દુખાવો થતો નથી. ધાણાના બીજ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. તેથી પેટ સંબંધી તમામ તક્લીફોને દૂર કરે છે.
2. વજન ઘટે છે
જો તમે ધાણાનું પાણી પીવો છો તો તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વેટ લોસ માટે તે મહત્વપૂર્ણ છે. ધાણાના બીજ અને પાંદમાં ભરપૂર ફાઇબર હોય છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ધાણાના બીજ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
3. સ્કિન માટે ફાયદાકારક
ધાણાનું પાણી સ્કિન માટે પણ સારૂ માનવામાં આવે છે. તેથી તમારે સવારે ખાલી પેટ ધાણાના બીજનું પાણી પીવુ જોઈએ. તેનાથી તમારા ચહેરા પર ખીલ, ડાઘ દૂર થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)