fbpx
Monday, January 20, 2025

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો થઈ શકે છે નુકસાન!

સનાતન ધર્મના જ્યોતિષ શાસ્ત્રમાં રુદ્રાક્ષનું ઘણું મહત્વ છે. શાસ્ત્રોમાં રુદ્રાક્ષને સાક્ષાત ભગવાન શિવનું રૂપ માનવામાં આવે છે, જ્યોતિષ શાસ્ત્રો અનુસાર રુદ્રાક્ષ 1 મુખીથી લઇ 14 મુખી સુધી આવે છે. એમાથી કોઈ પણ રુદ્રાક્ષ ધારણ કરવાથી જાતકોને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે.

પરંતુ રુદ્રાક્ષને વિધિ વિધાન સાથે ધારણ કરવું જોઈએ નહી તો એના દુષ્પ્રભાવ જોવા મળી શકે છે.

એના માટે રુદ્રાક્ષ ધારણ કરતી સમયે નિયમોનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ત્યાં જ રુદ્રાક્ષ ઇલિયોકપર્સના ફળ વચ્ચેથી પ્રાપ્ત થાય છે, આ બીજ પર ઘણી ધારીઓ હોય છે. ધરિયોથી ખબર પડે છે રુદ્રાક્ષ કેટલું મુખી છે.

સુખ-સમૃદ્ધિ આવે છે

શાસ્ત્રોમાં રુદ્રાક્ષને ભગવાન શિવની બરાબરીનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેથી રુદ્રાક્ષનું મહત્વ વધુ વધી જાય છે. મુખ્યત્વે રૂદ્રાક્ષ એક મુખથી લઈને ચૌદ મુખ સુધી હોય છે, તેને ધાર્મિક વિધિઓ અનુસાર ધારણ કરવાથી અને તેના નિયમોનું પાલન કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે.

રુદ્રાક્ષ ધારણ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

  • રુદ્રાક્ષ ધારણ કરતી વખતે તેને ગંગાજળથી ધોઈ લો અને લાલ કે પીળા દોરામાં બાંધો. ઓમ નમઃ શિવાય મંત્રનો 108 અથવા 1008 વાર જાપ કર્યા પછી તેને ધારણ કરો.
  • રુદ્રાક્ષને ગંદા હાથથી ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં, રુદ્રાક્ષ એક પૂજનીય અને પવિત્ર વસ્તુ છે, તેને હંમેશા સ્વચ્છ હાથથી સ્પર્શ કરો.
  • રુદ્રાક્ષ ક્યારેય બદલીને ન પહેરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે.
  • રુદ્રાક્ષની માળામાં રુદ્રાક્ષની સંખ્યા હંમેશા વિષમ હોવી જોઈએ.
  • શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રુદ્રાક્ષને ભગવાન શિવનું ત્રીજું નેત્ર માનવામાં આવે છે.
  • રૂદ્રાક્ષ ધારણ કરવાથી મન શાંત રહે છે અને બાકી રહેલા બધા કામ પૂર્ણ થાય છે.
  • જો કોઈ વિવાહિત વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તો તેમના લગ્ન જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તેમની વચ્ચે પ્રેમ વધે છે.
  • રૂદ્રાક્ષ ધારણ કરવાથી મન નિયંત્રણમાં રહે છે.
  • શાસ્ત્રોમાં કહેવાયું છે કે રુદ્રાક્ષને યોગ્ય રીતે ન ધારણ કરવાથી નુકસાન થાય છે.
  • વ્યક્તિનું માનસિક સંતુલન બગડે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles