fbpx
Monday, January 20, 2025

શનિના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના જાતકોની મુશ્કેલી વધી જશે, સાવધાન રહો

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કર્મફળ દાતા શનિ એક સમય પછી રાશિ પરિવર્તન સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જણાવી દઈએ કે 15 ઓક્ટોબરના રોજ સવારે 4 વાગ્યાને 49 મિનિટ, રવિવારના રોજ શનિ શતભિષા નક્ષત્રમાંથી નીકળી ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં 24 નવેમ્બર સુધી રહેશે. ત્યાર બાદ ફરી શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. જણાવી દઈએ કે ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ છે.

શનિ અને મંગળ સમભાવ છે. પરંતુ બંને વચ્ચે શત્રુતાનો ભાવ છે. એવામાં શનિનો આ પ્રવેશ કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓએ સાચવીને રહેવું પડશે. તો ચાલો જાણીએ શનિના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશથી કોણે સાવધાન રહેવું પડશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને શનિના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. પરિવાર સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. કામકાજમાં અનેક પ્રકારની અડચણો આવી શકે છે. તમે બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકો છો. તમે તમારી નોકરીને લઈને થોડી ચિંતિત રહી શકો છો. તેથી, કાર્યસ્થળમાં અન્યના કામમાં દખલ ન કરો.પોતાનાથી મતલબ રાખવાનો પ્રયત્ન કરો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોડી સાવચેતી રાખો.

કન્યા રાશિ

શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે કન્યા રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. કરિયર, નાણાકીય તેમજ સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. વેપારમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. રોકાણ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકોને થોડો સમય રાહ જોવી પડી શકે છે. તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. પરિવાર સાથે મતભેદ થઈ શકે છે, આવી સ્થિતિમાં માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિ

મીન રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. પૈસાની લેવડ-દેવડ કરવાથી બચો. દરેક પર વિશ્વાસ ન કરો, કારણ કે તમે છેતરાઈ શકો છો. તમે તમારા કરિયરને લઈને થોડા ચિંતિત રહી શકો છો. બિઝનેસની વાત કરીએ તો તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમે બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકો છો. લવ લાઈફ પર પણ વિપરીત અસર થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. જૂનો રોગ ફરી એક વાર ઉભરી શકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles