શારદીય નવરાત્રી 15 ઓકટોબર રવિવારે શરુ થઇ રહી છે. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની આરાધના કરવાથી તેઓ પ્રસન્ન થઈ પોતાની કૃપા જાતકો પર વરસાવે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેને નવરાત્રી દરમિયાન ઘરે લાવી દેવી માંની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ વસ્તુઓ ખુબ શુભ માનવામાં આવે છે.
તો ચાલો જાણીએ એ કઈ વસ્તુ છે જેને નવરાત્રી દરમિયાન ઘરે લાવી હંમેશા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.
કળશ
હિન્દુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન કળશનું ખુબ મહત્વ છે. નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે. એવામાં તમે નવરાત્રી દરમિયાન પોતાના ઘરમાં માટી, પિત્તળ, સોનુ અથવા ચાંદીથી બનેલો કળશ લઇ આવો. આ ખુબ શુભ માનવામાં આવે છે.
લાલ ચંદનની માળા
માતા દુર્ગાને લાલ ચંદનની માળા ખુબ પ્રિય હોય છે. લાલ ચંદનની માળાથી ભક્તો નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના મંત્રોનો જાપ કરે છે. આ વખતે નવરાત્રીમાં લાલ ચંદનની માળા જરૂર લઇ આવો. લાલ ચંદનની માળાથી જાપ કરવાથી માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
માતા દુર્ગાની મૂર્તિ
નવરાત્રીના નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ રૂપોની આરાધના કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરોમાં દેવી માંની મૂર્તિ સ્થાપિત કરે છે. આ નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની મૂર્તિ ઘરે લાવી શકે છે. એ ઉપરાંત માતા દુર્ગાના પદ ચિન્હને પણ ઘરે લાવી મંદિર મૂકી શકાય છે. એનાથી ભક્તો પર માતાની કૃપા બનેલી રહે છે.
ચૂંદડી
નવરાત્રીમાં માતા દુર્ગાને લાલ, ગુલાબી, અથવા પીળા રંગની ચૂંદડી ચઢાવી શકો છો. એનાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. માતા દુર્ગાના આશીર્વાદથી ઘરમાં ખુશી બનેલી રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)