સનાતન ધર્મમાં શુભ મુહૂર્તનો ખુબ મહત્વ છે. કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય કરવા પહેલા શુભ મુહૂર્ત જોવામાં આવે છે. શુભ મુહૂર્તમાં કરવામાં આવેલા કાર્ય અનંત ફળદાયી હોય છે. હિન્દુ પંચાંગ આ વર્ષે 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરુ થઇ રહી છે. જેમાં 9 શુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યોતિષ અનુસાર છેલ્લા 400થી આવો સંયોગ નવરાત્રીમાં બન્યો નથી.
આ વર્ષે શારદીય નવરાત્રીમાં 9 દિવસ સુધી દરેક દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. આ 9 દિવસ સુધી જો તમે નવો બિઝનેસ, નવી પ્રોપર્ટી અથવા નવું વાહન ખરીદવા માંગો છો તો સૌથી શુભ રહેશે.
શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઇ રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર આ વર્ષે પુરા નવ દિવસ માતા દુર્ગાની આરાધના કરવામાં આવશે. આ 9 દિવસ શુભ જ શુભ હોય છે. આ વર્ષે નવરાત્રીની શરૂઆત રવિવારના દિવસે થવાની છે માટે માતાજી હાથી પર સવાર થઇ આવશે જે કોઈ રીતે શુભ સંકેત પણ આપે છે. અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામની માનીએ તો આ વર્ષે શારદીય નવરાત્રીમાં ત્રણ સર્વાર્થ સિદ્ધિ યોગ, ત્રણ રવિ યોગ અને એક ત્રિપુષ્કર યોગનું પણ નિર્માણ થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે નવરાત્રીમાં વાહન, ફોર વ્હીલ જમીન ખરીદવા માંગો છો તો આ દિવસો ખુબ શુભ માનવામાં આવે છે.
⦁ 15 ઓક્ટોબરે પદ્મ યોગ અને બુધાદિત્ય યોગની રચના થઈ રહી છે. આવી સ્થિતિમાં, તમે ચિત્રા નક્ષત્રના હોવાથી દિવસે ખરીદી કરી શકો છો. તમે પાર્ટનર સાથે નવું જીવન શરૂ કરી શકો છો.
⦁ 16 ઓક્ટોબરના રોજ છત્ર યોગ સાથે સ્વાતિ નક્ષત્ર અને ભદ્રા તિથિનો સંયોગ છે. આવી સ્થિતિમાં મોબાઈલ અને લેપટોપ ખરીદવા માટે દિવસ શુભ રહેશે.
⦁ પ્રીતિ, આયુષ્માન અને શ્રીવત્સ યોગ 17મી ઓક્ટોબરે રચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે ઇલેક્ટ્રોનિક સામાન અને મોબાઇલ ખરીદી શકો છો.
⦁ 18મી ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિની રચના થઈ રહી છે. આ દિવસ વાહન ખરીદવા માટે શુભ સમય છે.
⦁ 19મી ઓક્ટોબરના રોજ જેષ્ઠા નક્ષત્ર અને પૂર્ણાતિથિનો સંયોગ છે. આવી સ્થિતિમાં આ દિવસે પ્રોપર્ટી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
⦁ 20મી ઓક્ટોબરે રવિ યોગ સાથે ષષ્ઠી તિથિ અને મૂળ નક્ષત્રનો સંયોગ છે. મિલકત ખરીદવા અને મશીનરીના પાર્ટસ ખરીદવા માટે આ દિવસ ખૂબ જ ખાસ રહેશે.
⦁ 21 ઓક્ટોબરનો ત્રિપુષ્કર યોગ રચાઈ રહ્યો છે. આ દિવસે રોકાણ અને નવી શરૂઆત કરવાથી ત્રણ ગણો ફાયદો થશે.
⦁ સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ 22 ઓક્ટોબરે રચાઈ રહ્યા છે. નિર્માણ કાર્ય માટે આ દિવસ શુભ રહેશે.
⦁ 23 ઓક્ટોબરના દિવસે પણ સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ રચાઈ રહ્યો છે. આ દિવસે તમે કંઈપણ ખરીદી શકો છો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)