શારદીય નવરાત્રિ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિના પાવન પર્વની ભક્તો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે 15 ઓક્ટોબરના રોજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. નવરાત્રિના દસમા દિવસે માતા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે, જેને વિજયાદશમી કહેવાય છે. આ જ દિવસ દશેરા પણ મનાવવામાં આવે છે. જેમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.
શા માટે ઉજવવામાં આવે છે દશેરા?
દશેરા અસત્ય પર સત્યની જીતનો તહેવાર છે. દશેરા હિંદુઓનો મુખ્ય તહેવાર છે. આ દિવસે ભગવાન રામે દશાનન રાવણનો વધ કર્યો હતો. તેથી તેને દશેરા કહેવામાં આવે છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે અને અસત્ય પર સત્યની જીત તરીકે વિવિધ શહેરોમાં ઉજવવામાં આવે છે. દશેરામાં ભારતના અનેક સ્થળોએ મોટા મેળાઓ પણ યોજાય છે. દર વર્ષે આસો કે કાર્તિક માસના શુક્લ પક્ષની દશમના દિવસે દશેરા ઉજવવામાં આવે છે અને આ વર્ષે દશેરાનો પર્વ 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
દશેરાનું શુભ મુહૂર્ત
દશેરાનો તહેવાર તિથિ અનુસાર ઉજવવામાં આવે છે. આસો અથવા કારતક માસમાં દશમની તિથિએ દશેરા ઉજવવામાં આવે છે. આ વર્ષે દશમ તિથિ 23 ઓક્ટોબરના દિવસે સાંજે 5.42 કલાકે શરૂ થશે અને 24 ઓક્ટોબરની રાત્રે 8.42 મિનિટ પર પૂર્ણ થશે. તેથી ઉદયાતિથિ અનુસાર, 24 ઓક્ટોબરના રોજ દશેરા ઉજવવામાં આવશે અને રાવણ દહન 24 ઓક્ટોબરના રોજ સાંજે 5.43 મિનિટ પછી કરી શકાશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)