આજથી એટલે કે 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે. સુખ અને સમૃદ્ધિ માટે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં નવ દિવસ માં નવદુર્ગાની પૂજા અર્ચના કરે છે. દરેક લોકો પોતાના ઘરમાં માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરતા નથી, જોકે હવે લોકો ગણેશજીની જેમ જ માતા દુર્ગાની પણ નાની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરતા જોવા મળે છે.
જો કોઈના ઘરમાં મૂર્તિ સ્થાપિત હોય તો તેની યોગ્ય રીતે પૂજા અર્ચના કરવી ખૂબ જ જરૂરી છે.
જે લોકોના ઘરમાં મા નવદુર્ગાની સ્થાપના નથી કરતા તે દીવો પ્રગટાવીને મા દુર્ગા અને નવદુર્ગાના ફોટોની પણ પૂજા કરી શકે છે. આવું કરવાથી તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે.
જે ઘરોમાં મા નવદુર્ગાની મૂર્તિ સ્થાપિત નથી, તે લોકો પોતાની કુળદેવીની પૂજા કરવા માટે વડિલો પાસે જાય છે. કુળદેવીની પૂજા કરવાથી પણ શુભ ફલ પ્રાપ્ત થતા હોય છે. કુળદેવી સાથે માં દુર્ગાની પૂજા અર્ચના પણ જરૂરી છે. આવું કરવાથી વ્યક્તિની જીવનની દરેક મુશ્કેલી દૂર થાય છે અને તેમના પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે.
દીવો પ્રગટાવી પણ કરી શકાય છે પૂજા
શારદીય નવરાત્રી દરમિયાન ભક્તો દીવા પ્રગટાવીને પણ માતાની પૂજા અર્ચના કરી શકે છે. પૂજા-પાઠ માટે દીવો પ્રગટાવવાનું શાસ્ત્રોમાં પણ ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ભક્તો માં નવદુર્ગાના ફોટોની પણ પૂજા કરી શકે છે. જે પરિવારોમાં મા નવદુર્ગાની પૂજા કરવાની જૂની પરંપરા ચાલતી આવી છે, તે ભક્તોએ પણ તેમની પરંપરા મુજબ જ મા નવદુર્ગાની પૂજા કરવી જોઈએ.
પરંપરા અનુસાર કરો પૂજન
જે પણ લોકોના ઘરમાં જૂની પરંપરા મુજબ માની પૂજા અર્ચના કરવામાં આવે છે, તે ભક્તોએ તેની જૂની પરંપરા મુજબ જ પૂજા કરવી જોઈએ અને આ માટે માની માટીથી બનેલી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. જે માઈ ભક્તોના ઘરે માં નવદુર્ગાની સ્થાપના કરવામાં આવતી નથી, તે પોતાના ઘરમાં દેવી નવદુર્ગાનો ફોટો રાખીને તેની સામે દીવો પ્રગટાવીને પણ માં નવદુર્ગાની પૂજા કરી શકે છે. માં દુર્ગાને સમર્પિત આ તહેવાર બધા પર કૃપા વરસાવે છે. સાથે જ આપણા જીવનની સમસ્યાઓ પણ માની આરાધનાથી દૂર થઈ જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)