કોઈ પાન-પત્તા તો કોઈ લવિંગથી અનુષ્ઠાન કરતા હોય છે. આ જ ક્રમમાં સફેદ સેવંતીના ફુલથી પણ માતાને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાન કરવામાં આવે છે. માન્યતા છે કે, જો નવરાત્રિના નવ દિવસ સુધી ભગવતીને કોઈ પણ કુંવારી કન્યા સફેદ સેવંતીના પુષ્પ ચડાવે અને પૂજન કરે તો, તેના લગ્નના યોગ બની જાય છે. નવરાત્રિમાં જો કુંવારી કન્યાઓ માતાને સફેદ સેવંતીના ફુલને વેણી અર્પણ કરે તો તેમના લગ્નનો સંયોગ જલ્દી બને છે.
શાસ્ત્રોમાં એવી પણ માન્યતા છે કે, એકમથી લઈને નોમ સુધી જો કુંવારી કન્યાઓ પોતાના લગ્નના સંયોગ માટે સફેદ સેવંતીના ફુલોની વેણી માતાને અર્પણ કરે અને નવ દિવસ સુધી “ॐ क्लीं कात्यायनि महामाये महायोगिन्यधीश्वरि। नंद गोप सुतं देवि पतिं में कुरुते नमः” મંત્રની એક માળા સાચા મનથી જાપ કરે તો ભગવતીની કૃપા મળે છે. વિવાહનો પણ સંયોગ બની જાય છે.
તો વળી કુંવારા યુવકો પણ પોતાના લગ્નના સંયોગ માટે નવ દિવસ સુધી દેવીની આરાધના કરે અને “पत्नीं मनोरमां देहि मनोवृत्तानु सारिणीम्। तारिणींदुर्गसं सारसागरस्य कुलोद्भवाम्॥” મંત્રની એક માળાનો રોજ જાપ કરે તો તેમના પણ લગ્નનો સંયોગ જલ્દી બની જાય છે.
જો કોઈના ઘરમાં ધન નથી ટકતું અથવા તો ધનનો અભાવ છે, તો નવરાત્રિના નવ દિવસમાં તેના માટે પણ ઉપાય છે. શાસ્ત્રો અનુસાર, જો નવરાત્રિમાં સવારે ઘરના મોભી અથવા કમાનાર વ્યક્તિ “ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:” મહાલક્ષ્મી મંત્રીનો જાપ કરે તો ઘરમાં ધનની સમસ્યા દૂર થઈ જશે. રોજ એક માળા જાપ તો જરુરથી કરો.
નવરાત્રિમાં નાની બાળાઓને ભોજન કરાવવાનું ખાસ મહત્વ છે. અષ્ટમીથી લઈને નવમી સુધી કન્યાઓને ભોજન કરાવીને તેમને ગિફ્ટ આપીને શૃંગાર આપવામાં આવે છે. મોટા ભાગના લોકો તેમને ચુંદડી આપે છે. આવું કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)