નવરાત્રીના નવ દિવસ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ 9 દિવસ ઘણા એવા મંત્ર અને વિધિ વિધાન છે જેનાથી તમારા કષ્ટ પીડા દૂર થઈ શકે છે. સાથે જ તમારી પ્રગતિનો માર્ગ પણ પ્રશસ્ત કરી શકે છે. નવરાત્રી દરમિયાન માતા ભગવતીને પ્રસન્ન કરવા માટે વિશેષ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મંત્રથી શું લાભ થશે.
આ મંત્રથી મન ઈચ્છીત ફળની પ્રાપ્તિ થશે
દુર્ગા સપ્તશતીમાં એક મંત્ર છે ‘સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધી સાધિકે શરણને ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે’ આ મંત્રનો સંપૂર્ણ પાઠ કરવાથી મનગમતું ફળ મળે છે. ડો કૃણાલ ઝા જણાવે છે કે જે દુર્ગા સપ્તશતીનો પાઠ નથી કરી શકતા તેઓ દુર્ગા સપ્તતઉત્તર નામાવલી છે એનો પાઠ અથવા દુર્ગા દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાયનો પાઠ જરૂર કરી માતા જગત જનની માં જગદંબાની આરાધના કરો. આનાથી તમામ પ્રકારની બાધાઓ દૂર થશે.
દેવતાઓ પણ કરે છે જગત જનની જગદંબાની આરાધના
કહેવામાં આવ્યુ છે કે કોઈ પણ પ્રકારના ઉત્પાદ ત્રણ તાપથી નિવારણ કરવા વાળી માતા જગત જનની જગદંબા છે. દેવતાઓ પર જયારે આપત્તિ આવે છે તો દેવતાઓ પણ જગત જનની જગદંબાની આરાધના કરે છે. ચોથા અધ્યાયનો શ્લોક સાંભળે છે. જે પછી દેવતાઓ પર આવનારી તમામ આપત્તિઓનું નિવારણ થઇ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)