પિતૃપક્ષ સમાપ્ત થતાંની સાથે જ તહેવારોની સીઝન શરૂ થશે. તે શારદીય નવરાત્રિમાં 9 દિવસ સુધી માતા દેવીની પૂજા કરવામાં આવશે. દશેરા દસમા દિવસે ઉજવાશે. આ પછી, દિવાળીનો 5 દિવસનો તહેવાર ધનતેરસથી શરૂ થશે જે ભાઈ બીજ પર સમાપ્ત થશે. આ વર્ષે અધિક માસના કારણે તમામ તહેવારો 15 દિવસ મોડા શરૂ થયા છે. તેવામાં દિવાળી પહેલા કેટલાંક ગ્રહોની ચાલમાં બદલાવ થવાનો છે.
નવેમ્બર મહિનામાં દિવાળી પહેલા જ ઘણા ગ્રહો પોતાની ચાલ બદલવાના છે, જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. મહિનાની શરૂઆતમાં જ ગ્રહોની ચાલ બદલાશે. 3 નવેમ્બરે જ્યાં શુક્રદેવ કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે, ત્યાં ચાર નવેમ્બરે શનિ દેવ કુંભ રાશિમાં સીધી ચાલમાં ગોચર કરશે. આ બંને ગ્રહોની ચાલ બદલાવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી જશે. તેથી ચાલો જાણીએ દિવાળી પહેલા જ ગ્રહોની ચાલના પ્રભાવથી કઇ રાશિઓ લઇ રહેવાની છે.
મેષ રાશિ: નવેમ્બરની શરૂઆતમાં બે ગ્રહોની ચાલમાં બદલાવ થવાને કારણે મેષ રાશિના લોકોને ઘણો લાભ થવાનો છે. તમે વિચાર્યું પણ નહીં હોય ત્યાંથી ધન આવશે. તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી લવ લાઈફ રોમાંસથી ભરપૂર રહેશે. આ સમય દરમિયાન, પ્રોડક્ટિવિટી જળવાઇ રહેશે અને તમે બધા કાર્યો ઉત્સાહ સાથે પૂર્ણ કરશો.
વૃષભ રાશિ: આ સમય તમારા માટે કિસ્મત બદલનારો સાબિત થઈ શકે છે. જીવનમાં અત્યાર સુધી જે ખામીઓ હતી તે દૂર થશે. માતા લક્ષ્મીની કૃપાથી તમને અઢળક ધનની પ્રાપ્તિ થશે. સાથે જ, ખુશી તમારા જીવનમાં દસ્તક આપશે. અવિવાહિતોના લગ્ન થશે. વ્યક્તિત્વનું આકર્ષણ વધશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. મોટું પદ મળશે. માન-સન્માનમાં વધારો થશે. અધિકારીઓ ખુશ રહેશે.
ધનુ રાશિ: જે લોકોની રાશિ ધનુ રાશિ છે તેમને નવેમ્બરના ગોચરથી લાભ મળશે. વેપાર કરતા લોકોને વિદેશી રોકાણકાર મળી શકે છે. કોમ્પિટિશનની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. , કેટલાક લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તે જ સમયે, પરિવાર સાથે લાંબા પ્રવાસ પર જવાનો પ્લાન પણ બની શકે છે.
મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો માટે નવેમ્બરનું ગ્રહ ગોચર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જ્યાં પૈસા આવશે ત્યાં તમારો ખર્ચ પણ વધશે. તેથી, તમારા બજેટને ધ્યાનમાં રાખો. નોકરિયાત લોકોને તેમના બોસનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. તે જ સમયે, વિવાહિત જીવનમાં જીવનસાથી સાથે ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)