લસણને સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં લસણ કોઈ સુપરફૂડથી કમ નથી. કાચા લસણમાં એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીઝ મળી આવે છે જે વધારે ખાવાથી લિવર ડેમેજ થઈ શકે છે.
કાચુ લસણ ખાવાથી થઈ શકે છે આ મુશ્કેલીઓ
- વધારે પ્રમાણમાં કાચા લસણનું સેવન કરવાથી વધારે પ્રમાણમાં કેમિકલ રિલીઝ થવા લાગે છે.
- જેનાથી તમારા મોંઢામાંથી તીવ્ર દુર્ગંધ આવી શકે છે.
- એક્સપર્ટ્સ અનુસાર વધારે કાચુ લસણ ખાવાથી એસિડ રિફ્લક્સ અને ગેસ થાય છે જેનાથી હાર્ટબર્ન, પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.
- વધારે કાચુ લસણ ખાવાથી ગેસ અને એસિડિટી થાય છે. કમજોર પાચન ક્રિયા વાળા લોકો જો આ વધારે ખાય છે તો ડાયેરિયા પણ થઈ શકે છે.
- વધારે કાચુ લસણ ખાવાથી બ્લડ પ્રેશર લો થઈ શકે છે. જે લોકો બ્લડ પ્રેશરની દવા ખાય છે તેમને મર્યાદીત પ્રમાણમાં તેનું સેવન કરવું જોઈએ.
- કાચ્ચા લસણમાં અમુક એવા એન્ઝાઈમ મળી આવે છે. જેને ખાવાથી સ્કિનમાં બળતરા થઈ શકે છે. સેન્સિટિવ સ્કિન વાળા લોકોએ કાચુ લસણ ન ખાવું જોઈએ.
- વધારે પ્રમાણમાં કાચુ લસણ ખાવાથી આંખોની રોશની જઈ શકે છે. સાથે જ આંખો સાથે સંબંધિત ઘણા પ્રકારની સમસ્યોનો સામનો પણ કરવો પડી શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)