બસમાં ઘણી ભીડ હતી.
એક છોકરી નીચે ઉતરવા માટે
આગળ વધી ત્યારે તેનો પગ એક દાદાના પગ પર પડ્યો.
છોકરી : સોરી દાદાજી.
દાદા : મેન્શન નોટ.
થોડી વાર પછી એક છોકરો ત્યાંથી પસાર થયો તો,
તેનો પગ પણ દાદાના પગ પર પડ્યો.
છોકરો : સોરી દાદાજી.
દાદા : આંધળો છે કે શું?
છોકરો : શું થયું દાદાજી,
મારો સોરીનો સ્પેલિંગ ખોટો હતો કે
મને ખિજાયા અને પેલી છોકરીને એમ જ જવા દીધી.
😅😝😂😜🤣🤪
પપ્પુ પ્લેનમાં ગયો.
તેણે એક એર હોસ્ટેસને
કહ્યું : તારો ચહેરો મારી પત્નીને મળતો આવે છે.
એર હોસ્ટેસે તેના કાનની નીચે બે લગાવી દીધી.
પપ્પુ : અદ્ભુત….
તારી તો આદત પણ તેના જેવી જ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)