fbpx
Wednesday, December 25, 2024

આ વર્ષે 9 દિવસ ઉપવાસના પારણા દશમીના દિવસે નહિ થાય, જાણો કારણ

શારદીય નવરાત્રીનો પવન પર્વ ચાલી રહ્યો છે. ભક્તો નવરાત્રીના દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરી વ્રત રાખે છે. આ વર્ષે શરૂઆત 15 ઓક્ટોબરથી થઇ હતી અને 24 ઓક્ટોબરે એનું સમાપન થશે. નવરાત્રીમાં રાખવામાં આવેલા નવ દિવસ વ્રતના પારણા શ્રવણા નક્ષત્ર તિથિમાં કરવામાં આવે છે.

જણાવી દઈએ કે જે લોકો મહા અષ્ટમીનું વ્રત રાખે છે તેઓ નવમીના દિવસે પારણા કરશે, પરંતુ જો નવ દિવસ વ્રત રાખી રહ્યા છે, એવા ભક્તો દશમીની તિથિએ પારણા કરે છે.

પરંતુ આ વર્ષ શારદીય નવરાત્રીમાં નવ દિવસ સુધી વ્રત રાખવા વાળા ભક્તોએ પણ નવમી પર જ પારણ કરવાના રહેશે.

આ વર્ષે નવમીએ પારણા

નવરાત્રીમાં 9 દિવસ ઉપવાસ રાખવા વાળા ભક્તો દશમીએ પારણા કરે છે. નવરાત્રીમાં નવ દિવસ વ્રતના પારણા શ્રવણ નક્ષત્ર દશમીની તિથિએ કરવામાં આવે છે. પરંતુ, આ વર્ષે દશમીની તિથિ મંગળવારે પડી રહી છે, જેના કારણે નવ દિવસ વ્રતના પારણા નવમીના દિવસે જ કરવામાં આવે છે. કારણ કે માન્યતા કે કે રવિવાર અથવા મંગળવારે માંગલિક કાર્યો ન કરવા જોઈએ. એનો પ્રભાવ શુભ માનવામાં આવતો નથી.

નવમીની સાંજે પારણા

આ વર્ષે દશમી ઉદયા તિથિના દિવસે મંગળવારે ઉજવાશે છે. પરંતુ, નવરાત્રી દરમિયાન નવ દિવસ ઉપવાસ કરનારાઓએ મંગળવારે પારણા ન કરવા જોઈએ. આ વખતે તેઓ પારણ નવમીની સાંજે જ કરી શકશે. નવરાત્રીની નવમી તિથિ એટલે કે સોમવાર બપોરે 3.10 વાગ્યા સુધી જ છે. આ પછી શ્રવણ નક્ષત્ર દશમી તિથિ શરૂ થશે. તેથી, નવમી એટલે કે સોમવારે, લોકો બપોરે 3:10 વાગ્યા પછી ઉપવાસ તોડી શકે છે.

પારણા કરવા માટે શું કરી શકો છો સેવન

નવરાત્રીમાં પૂજાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ઉપવાસ અને તેના પારણાનું છે. સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાને વિવિધ પ્રસાદ ચઢાવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન નવ દિવસ ઉપવાસ કરનારા ભક્તો નવમી પર ચઢાવવામાં આવતા હલવા, પુરી, ચણા વગેરે પ્રસાદથી ઉપવાસ તોડી શકે છે. દેવી માતાના પ્રસાદથી પારણા કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શું છે પારણા?

જે વ્યક્તિ ઉપવાસ કરે છે અને બીજા દિવસે ભોજન કરે છે તેને પારણા કહેવામાં આવે છે. પારણા હંમેશા સ્નાન અને પૂજા કર્યા પછી કરવું જોઈએ.

મંગળવારે શા માટે નથી થતા પારણા?

મંગળવાર માતા દુર્ગાનો દિવસ છે. આ દિવસે માતા દુર્ગાનું વ્રત પણ રાખવામાં આવે છે, તેથી વ્રતના દિવસે પારણાને શુભ માનવામાં આવતું નથી. આ જ કારણ છે કે આ વર્ષે પારણા દસમા દિવસે એટલે કે મંગળવારે નહીં પરંતુ સોમવારે નવમા દિવસે થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles