રસોડામાં સૌથી વધુ આદુનો ઉપયોગ કરવામાં આવે છે. સબ્જી સ્વાદિષ્ટ બનાવવા માટે આદુ વપરાશમાં લેવામાં આવે છે, જે શરીરને ગરમી આપે છે. આદુમાં વિટામીન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક, કોપર, મેંગેનીઝ ક્રોમિયમ રહેલા છે.
આદુથી કોઈપણ પ્રકારની એલર્જી ના હોય તો સવારે ભૂખ્યા પેટે આદુના પાણીનું સેવન કરી શકાય છે. જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.
ભૂખ્યા પેટે આદુના પાણીનું સેવન કરવાના ફાયદા
મેટાબોલિઝમ માટે ગુણકારી
મેદસ્વીતા ઓછી કરવા માટે સવારે ભૂખ્યા પેટે આદુના પાણીનું સેવન કરવું જોઈએ, જેનાથી મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને યોગ્ય પ્રકારે કામ કરે છે. મેટાબોલિઝન યોગ્ય પ્રકારે કામ કરે તો આખા દિવસ દરમિયાન સામાન્ય કામ કરતા સમયે પણ કેલરી બર્ન થાય છે, જે ઝડપથી ફેટ બર્ન કરે છે અને શરીરને પ્રાકૃતિક રીતે ડિટોક્સિફાય કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી
ભૂખ્યા પેટે આદુના પાણીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, તથા ડાયાબિટીસ સાથે જોડાયેલ અન્ય સમસ્યા પણ દૂર થાય છે.
ત્વચા માટે ફાયદાકારક
આદુનું પાણી શરીરને ડેટોક્સ કરવાનું કામ કરે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર કરે છે. આદુમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ્સ ફ્રી રેડિકલ્સે સામે લડવામાં મદદ કરે છે. કેન્સર જેવી ગંભીર બિમારીઓને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. આદુનું સેવન કરવાથી ત્વચા પર ખીલ અને ઉંમર વધવાની સાથે થતી કરચલી ઓછી કરવામાં મદદ કરે છે. લોહીની વિશુદ્ધિ દૂર થાય છે.
શરીરનો સોજો ઓછો થાય છે
શરીરમાં કોઈપણ પ્રકારનો સોજો હોય તો આદુના પાણીનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે. આદુનું સેવન કરવાથી તેની સાથે જોડાયેલ બિમારી દૂર થાય છે.
પેટ માટે ગુણકારી
ભૂખ્યા પેટે આદુનું સેવન કરવાથી પાચનક્રિયા મજબૂત થાય છે. આદુના પાણીથી અપચો, કબજિયાત, સોજો, ઉલ્ટે, ડાયેરિયા અને ઉબકા જેવી સમસ્યા દૂર થાય છે. ઉપરાંત શરીરમાંથી ખરાબ કોલસ્ટ્રોલ દૂર થાય છે. હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બિમારીઓનું જોખમ ઓછું રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)