આખા દેશમાં દશેરાના પર્વને લઇ ઉત્સાહ છે. હિન્દુ પંચાંગ અનુસાર દરેક વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની દશમની તિથિએ દશેરો ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે મર્યાદા પુરષોત્તમ પ્રભુ રામે રાવણનો વધ કર્યો હતો. તો બીજી બાજુ માતા દુર્ગા અને મહિષાસુર દૈત્ય વચ્ચે સતત 9 દિવસ યુદ્ધ ચાલ્યું અને યુદ્ધના 10માં દિવસે મા દુર્ગાએ અસુર મહિસાસુરનો વધ કરી આખી સેનાને હરાવી.
ધાર્મિક ગ્રંથો અનુસાર, દશેરાના દિવસે મર્યાદા પુરષોત્તમ પ્રભુ રામે 10 માથા વાળા રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત કર્યો હતો. આ જ કારણ છે કે દશરાના દિવસે 10 માથા વાળું પૂતળું બનાવી દહન કરવામાં આવે છે. બુરાઈ પર અચ્છાઈનું પ્રતીક દશેરાનો પર્વ જીવનમાં ખુશી લાવે છે. ઘરમાં સમૃદ્ધિના રસ્તા ખુલે છે તો આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કેટલાક ઉપાય કરવામાં આવે છે તો તમે રાતો-રાત માલામાલ થઇ શકે છે. અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામ જણાવે છે કે જ્યોતિષ અનુસાર વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે. રાવણ દહન બાદ તવ્યક્તિ એની રાખથી કેટલાક ઉપાય કરી શકે છે તો આ ખુબ ચમત્કારી ઉપાય માનવામાં આવે છે.
⦁ રાવણ દહનના બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને ધ્યાન કર્યા પછી રાવણ દહનની ભસ્મ ઘરે લાવીને એક કાગળમાં ભરીને તમારી તિજોરીમાં રાખવી જોઈએ. જો તમે આ કરો છો તો તમારા જીવનમાં આવનારી તમામ પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.
⦁ તેની સાથે જ રાવણ દહનની ભસ્મ ઘરમાં રાખવાથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સકારાત્મક ઉર્જા રહે છે. જીવનમાં ખુશીઓ પાછી આવે છે. ધન વધે છે અને દુષ્ટ શક્તિઓ ઘરમાંથી જતી રહે છે.
⦁ જો તમે તમારા વ્યવસાયમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છો તો દશેરાના દિવસે એક નારિયેળ ખરીદો. તેના પર દોઢ મીટર પીળા કપડાને લપેટીને એક જોડી જનોઈ અને સવા પાવની મીઠાઈ રામ મંદિરમાં ચઢાવો. જો તમે આમ કરશો તો તમને જલ્દી જ તેની અસર જોવા મળશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)