fbpx
Saturday, October 26, 2024

દિવાળી પહેલા આ બે ગ્રહો કરશે ગોચર, 3 નવેમ્બરથી આ 4 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે.

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર અને શનિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શુક્રને સુખ-સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય અને ધન વગેરેનો કારક માનવામાં આવે છે, જ્યારે શનિ ગ્રહોનો ન્યાયાધીશ અને કર્મફળ દાતા છે.

શનિ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. વ્યક્તિની કુંડળીમાં શુક્ર અને શનિની શુભ સ્થિતિ તેનો બેડોપાર કરી શકે છે, જ્યારે તેનાથી વિપરીત, અશુભ સ્થિતિ વ્યક્તિને માનસિક, શારીરિક અને આર્થિક પરેશાનીઓનું કારણ બની શકે છે.

હવે દિવાળી પહેલા આ બે મોટા ગ્રહોની સ્થિતિમાં બદલાવ થવાનો છે. 12મી નવેમ્બરે દિવાળીનો પર્વ ઉજવાશે. દિવાળીના થોડા દિવસો પહેલા એટલે કે 3 નવેમ્બરે શુક્ર સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેના બીજા જ દિવસે 4 નવેમ્બરે શનિદેવ વક્રીથી માર્ગી થઇને કુંભ રાશિમાં આવશે.

કોઈપણ ગ્રહની માર્ગી અવસ્થા એટલે તેની સીધી ચાલ. શુક્ર અને શનિની સ્થિતિમાં બદલાવ આ ચાર રાશિના લોકોના જીવનમાં લાવશે સકારાત્મક પરિવર્તન, જાણો આ રાશિઓ વિશે…

મેષ રાશિઃ નવેમ્બર મહિનો મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમને અચાનક ધન લાભની તકો મળી શકે છે. નોકરીયાત લોકોને આવકમાં વૃદ્ધિની સાથે નવી તકો મળી શકે છે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. વ્યાપારીઓ માટે પણ આ સમયગાળો લાભદાયી રહેવાનો છે.

મિથુન રાશિ: દિવાળીનો તહેવાર આ વર્ષે મિથુન રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવી શકે છે. દિવાળી પહેલા શુક્ર અને શનિ તમારા પર તેમની કૃપા વરસાવી શકે છે. આ બે ગ્રહોના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સારા સમાચાર મળવાની શક્યતા છે.

વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકો માટે શુક્ર અને શનિની સ્થિતિમાં પરિવર્તન જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તમારી મહેનત ફળ આપશે. તમને આર્થિક સમૃદ્ધિ મળી શકે છે. ધન સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. કોર્ટ સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે.

મકર રાશિ: શુક્ર અને શનિ મકર રાશિના લોકો માટે જીવનમાં ખુશીઓ લાવી શકે છે. મકર રાશિના જાતકોને દિવાળી પહેલા આ બે ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થવાથી બમ્પર લાભ મળી શકે છે. કારકિર્દી સંબંધિત સારી તકો ઊભી થઈ શકે છે. ધન લાભની તકો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles