એલોવેરાના ગુણો જોઈને દરેક વ્યક્તિ તેને પોતાના ઘરે વાવે છે. પરંતુ ઘરમાં એલોવેરાનો છોડ લગાવતી વખતે તેને કઈ દિશામાં રાખવો જોઈએ તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ખોટી દિશામાં વાવેલ એલોવેરાનો છોડ ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે અને ઘરની સુખ-સમૃદ્ધિ છીનવાઈ જાય છે. વાસ્તુ અનુસાર જો ઘરના કેટલાક ખાસ ખૂણામાં એલોવેરાનો છોડ લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
કારણ કે ઘરમાં લગાવવામાં આવેલા છોડથી ઘરના વાસ્તુ પર મોટી અસર પડે છે. ત્યારે જો તમે તમારા ઘરમાં એલોવેરાનો છોડ રોપવા માંગો છો, તો તેને યોગ્ય દિશામાં જ લગાવો. જેથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે. અહીં આપણે જાણીશું કે એલોવેરાના છોડને વાવવાની સાચી દિશા કઈ છે અને તેના ફાયદા શું છે.
આ દિશામાં લગાવો એલોવેરાનો પ્લાન્ટ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, એલોવેરાનો છોડ યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો એલોવેરાનો છોડ ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ત્યારે જે લોકો ઘરમાં તંગીથી પરેશાન છે તેઓ તેમના ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં તેમના જૂના એલોવેરા છોડને રાખી શકે છે અથવા નવો એલોવેરા છોડ વાવી શકે છે.
ઘરમાં એલોવેરાનો પ્લાન્ટ લગાવવાના ફાયદા
ઘરમાં લગાવવામાં આવેલો એલોવેરાનો છોડ માત્ર સમૃદ્ધિ જ નથી લાવતો, તે માનસિક શાંતિ પણ આપે છે અને લોકોને તણાવથી દૂર રાખે છે. આ ઉપરાંત એલોવેરાનો છોડ ત્વચા, વાળ અને આહાર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ્યારે તમે ઘરે એલોવેરા રોપશો ત્યારે તમે તેનો ઉપયોગ ઘણા કામમાં કરી શકશો.
આ દિશામાં ન લગાવશો એલોવેરાનો છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, એલોવેરાનો છોડ ઘરની પૂર્વ દિશામાં ક્યારેય પણ ન લગાવવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. આ ઉપરાંત એલોવેરાનો છોડને બેડરૂમમાં ક્યારેય ન રાખવો જોઈએ, કારણ કે તેને આ જગ્યાએ રાખવો અશુભ માનવામાં આવે છે. યાદ રાખો કે એલોવેરાનો છોડ ક્યારેય તૂટેલા વાસણમાં ન લગાવવો જોઈએ અને એલોવેરાના છોડને હંમેશા માટીના નવા વાસણમાં જ વાવવો જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)