દિવાળીના તહેવારો આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારની શરૂઆત ધનતેરસના પાવન પર્વ સાથે થાય છે. આ દિવસે ભગવાન ધનવંતી, કુબેર, યમરાજ, ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે માં લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવાથી ઘરમાં ધનની પ્રાપ્ત થાય છે. દિવાળીના આ 5 દિવસ ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવા માટે શુભ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં આ શુભ વસ્તુઓ ઘરે લાવવાથી, સંપત્તિ વધે છે અને સુખ અને સમૃદ્ધિ રહે છે. વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ ધનના દેવ કુબેર દેવને ધનતેરસના દિવસે પ્રસન્ન કરવા ઈચ્છે છે તો જ્યોતિષના કેટલાક ઉપાયો કરી શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે.
ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
દિવાળીના એક દિવસ પહેલા ધનતેરસના દિવસે કુબેર દેવતાની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમે ઘરમાં ધનની વર્ષા ઇચ્છો છો તો તમારે તિજોરીમાં કુબેર દેવતાની મૂર્તિ રાખવી જોઇએ.
ધનમાં થશે વૃદ્ધિ
ધનતેરસ પર જો કોઈ વ્યક્તિ કુબેર દેવતાની મૂર્તિને તિજોરીમાં રાખે છે તો ધન સંપત્તિમાં વધારો થાય છે. તેને શુભ પણ માનવામાં આવે છે.
પૈસાની કમી દૂર થાય છે
ધનતેરસ પર જો કોઈ વ્યક્તિ કુબેર દેવતાની મૂર્તિને તિજોરીમાં રાખે છે તો તેને ધનમાં લાભ તો મળે જ છે પરંતુ ધન સંબંધી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. જે પૈસાની કમી દૂર કરવામાં મદદ કરે છે.
ધનતેરસના દિવસે કરો આ ઉપાયો
જો વ્યક્તિની ઈચ્છા હોય કે તેની આર્થિક સ્થિતિ સુધરે અને તેના પર ધનનો વરસાદ ચાલુ રહે તો ધનતેરસના દિવસે કુબેર દેવતાની મૂર્તિને તિજોરીમાં રાખવી જોઇએ. આ ઉપાયથી વધુ ફળ મળે છે.
આયુર્વેદના દેવતા છે કુબેર દેવ
આપને જણાવી દઈએ કે કુબેર દેવતાને આયુર્વેદના દેવતા પણ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે તેને મંદિરમાં સ્થાપિત કરવાથી પણ દરેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે.
આ રીતે રાખો મૂર્તિ
કુબેર દેવતાની મૂર્તિ સ્થાપિત કરવા માટે પહેલા મૂર્તિને ઘરે લાવો અને દૂધ અથવા ગંગા જળથી સ્નાન કરાવો. આ પછી મૂર્તિને સારી રીતે સાફ કરીને નવા લાલ કપડામાં વીંટીને તિજોરીમાં રાખી દો.
ધ્યાનમાં રાખો આ બાબત
ધ્યાન રાખો કે કુબેર દેવતાની મૂર્તિ સ્થાપિત કર્યા બાદ તેની રોજ પૂજા કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)