હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીનું વિશેષ મહત્વ છે. કારણ કે માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે, તેની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રહે છે. આ ઉપરાંત તેને અખૂટ ધન- સંપત્તિ મળે છે અને તે જીવનમાં ક્યારેય પૈસાની તંગી સતાવતી નથી.
બીજી તરફ જો દેવી લક્ષ્મી નારાજ થઈ જાય તો વ્યક્તિને જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
આવી સ્થિતિમાં અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેને કરવાથી તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે, આ ઉપાયનું નામ છે વૈભવ લક્ષ્મી વ્રત, વૈભવ લક્ષ્મી એ દેવી લક્ષ્મી માતાના આઠ સ્વરૂપોમાંથી એક છે. શાસ્ત્રો અનુસાર વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાથી જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. ચાલો જાણીએ વૈભવ લક્ષ્મી વ્રતના નિયમો અને ફાયદાઓ…
વૈભવ લક્ષ્મી વ્રતના નિયમો
વૈભવ લક્ષ્મી વ્રત કોઇ પણ સ્ત્રી અને પુરુષ કરી શકે છે. આ વ્રત શુક્રવારે કરવામાં આવે છે. તેમજ સતત 8 શુક્રવાર સુધી આ વ્રત રાખવાનું હોય છે. વ્રત દરમિયાન શ્રી યંત્રની પૂજા વિશેષ લાભદાયી છે. તેમજ વૈભવ લક્ષ્મીની પૂજામાં ખાસ કરીને લાલ કે ગુલાબી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપોની પૂજા કરો અથવા ધન લક્ષ્મીના સ્વરૂપની પૂજા કરો. આ વ્રત દરમિયાન દિવસ દરમિયાન માત્ર પાણી અથવા ફળાહાર કરવો અને સાંજે દેવી વૈભવ લક્ષ્મીની પૂજા કર્યા બાદ જ વ્રત ખોલવું.
વૈભવ લક્ષ્મી વ્રત કરવાની વિધિ
વૈભવ લક્ષ્મી વ્રત શુક્રવારે કરવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠો અને પછી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ બાજોઠ પર દેવી લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો. આ પછી હાથમાં ગંગા જળ લઈને વ્રતનો સંકલ્પ કરવો. હવે વૈભવ લક્ષ્મી દેવીને ધૂપ, દીપ અને લાલ ફૂલ અર્પણ કરો. વ્રતના દિવસે દેવી માતાને ખીરનો પ્રસાદ ધરવો. વૈભવ લક્ષ્મી વ્રતની કથા પણ વાંચો.
શ્રી યંત્રની પૂજા
શ્રીયંત્રને લક્ષ્મી માતાનું સ્વરૂપ જ માનવામાં આવે છે. વૈભવ લક્ષ્મી વ્રતમાં શ્રીયંત્રની પણ પૂજા કરવી જોઇએ. શ્રીયંત્રને તમારા પૈસા રાખવાની જગ્યાએ અથવા અભ્યાસની જગ્યાએ રાખો. આ યંત્રની પણ દરરોજ પૂજા કરો, અગરબત્તી કરો. આ યંત્રની આસપાસ ગંદકી ફેલાવવી નહીં.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)