હિન્દુ ધર્મમાં તુલસીના છોડ ખુબ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના આ ચમત્કારી છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા છે કે જો તમે તુલસીના છોડની નિયમિત પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. એનાથી ઘરમાં ક્યારે પણ ધનની કમી થતી નથી, કરિયરમાં આવી રહેલ અડચણ દૂર થઇ જાય છે, ઘરમાં હંમેશા શાંતિ બનેલી રહે છે અને દુઃખોનો નાશ થાય છે.
જો કે આ પરેશાનીઓથી બચવું ત્યારે જ સંભવ છે જયારે તમે વિધિપૂર્વક તુલસી સાથે જોડાયેલા ઉપાય કરો. આમ તો આ ઉપાય સૌથી અસર કારક ગુરુવારે અને શુક્રવારે હોય છે, પરંતુ તમે આને કેટલાક શુભ દિવસોમાં પણ કરી શકો છો. તો ચાલો જાણીએ ઘરમાં બરકત લાવવા તુલસીના કયા ઉપાય કરવા જોઈએ.
ઘીના દિવા અર્પિત કરો: સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે . સાથે જ ગ્રહ દોષ પણ દૂર થાય છે.
શ્રુંગારનું સામાન ચઢાવો: હિન્દુ પંચાંગ અનુસાર, દર મહિને આવવા વાળી એકાદશીની તિથિ પર તુલસીને શ્રુંગારની વસ્તુઓ ચઢાવવી જોઈએ. એમાં બેંગલ, બિંદી, લાલ ચુનરી, સિંદૂર, કુમકુમ વગેરે વસ્તુ સામેલ હોય છે. માનવામાં આવે છે કે, આવું કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે. સાથે જ જાતકોની મનોકામના પણ પુરી થાય છે.
શેરડીનો રસ ચઢાવવો શુભ: દરેક પાંચમની તિથિએ તુલસીના છોડ પર જળ સાથે સાથે શેરડીનો રસ પણ જરૂર ચઢાવવો જોઈએ. માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. જીવનમાં ખુશી આવશે. સાથે જ તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ મળશે.
નિયમિત ચઢાવો જળ: જીવનમાં ખુશી બનાવી રાખવા માટે ઘરમાં તુલસી પૂજા કરવી જોઈએ. તુલસીની વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ નિયમિત જળ ચઢાવું જોઈએ. માનવામાં આવે છે કે, આવું કરવાથી તુલસીનો છોડ લીલો છમ રહેશે, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પરિવાર પર ધનની વર્ષા કરે છે.
કાચું દૂધ ચઢાવો: તુલસીના છોડ પર કાચું દૂધ ચઢાવવું ખુબ શુભ માનવામાં આવે છે. આમ તો કાચું દૂધ ગુરુવાર અને શુક્રવારે જ ચઢાવવું જોઈએ. પરંતુ એકાદશીની તિથિર તુલસીના છોડ પર દૂધ ચઢાવવું ફાયદાકારક હોય છે. એવું કરવાથી જાતકોનું દુર્ભાગ્ય પણ દૂર થાય છે અને જીવનમાં ખુશી આવે છે. સાથે જ તુલસીના છોડ પર નાળાછડી બાંધીને રાખો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)